વર્ષ 2023ની વિદાય અને નવા વર્ષ 2014ને આવકારવા સમગ્ર વિશ્વમાં જશ્નનો માહોલ છે ત્યારે સૌ પ્રથમ ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
જ્યારે ભારત અને અન્ય દેશોમાં આજે મધરાત 12 પછી નવા વર્ષની ઉજવણી માટે અનેક આયોજન થયા છે.
વર્ષ 2023ની વિદાય સાથે
નવા વર્ષને આવકારવા માટે દેશભરમાં અનેક સ્થળે યુવાથી માંડી બાળકો,મોટેરાઓમાં ખુશી જોવા મળી રહી છે.

ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે,ઓકલેન્ડમાં પ્રથમ વખત નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
લોકોએ નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને કરી હતી.કિરીબાટીમાં ક્રિસમસ આઇલેન્ડમાં ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી, ટોંગા અને સમોઆ જેવા ઓશનિયાના રાષ્ટ્રો પણ દુનિયામાં પહેલા નવા વર્ષની શરૂઆત કરે છે. જ્યારે ઓકલેન્ડ અને વેલિંગ્ટન જેવા ન્યુઝીલેન્ડના પ્રખ્યાત શહેરોમાં સાંજે 4:30 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી.

ભારતયી સમય અનુસાર 6.30 કલાકે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઊજવણી શરુ થશે

વર્ષની ઉજવણી સૌપ્રથમ ભારતના પૂર્વના દેશો – જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઉજવવામાં આવી રહી છે આ દેશોમાં ભારતીય સમય અનુસાર સાંજથી નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે.