ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા દુનિયાના પ્રથમ રાજકીય નેતા બન્યા છે.
પીએમ મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓમાં પીએમ મોદી પહેલા ક્રમે છે. તાજેતરમાં આ મુદ્દે કરવામાં આવેલા એક સર્વેક્ષણની યાદીમાં પહેલા ક્રમે નરેન્દ્ર મોદી રહ્યા હતા. ડિસેમ્બર મહિનાની શરુઆતમાં કરવામાં આવેલા સર્વે અનુસાર પીએમ મોદીને 76 ટકા અપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા હતા.
વડાપ્રધાન મોદી હવે YouTube પર 20 મિલિયન એટલે કે 2 કરોડ સબસ્ક્રાઈબર્સ ધરાવે છે.
મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે પરિણામે તેમના ઓનલાઈન ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.
પીએમ મોદીની યુટ્યુબ ચેનલે યુટ્યુબ ચેનલ પર 4.5 અબજ (450 કરોડ) વિડીયો ઉપર વ્યુ મેળવ્યા છે.
પીએમ મોદી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ લોકપ્રિય છે. X (Twitter) પર PM મોદીના ફોલોઅર્સની સંખ્યા પણ કરોડોમાં છે. તે ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણી છે અને વિશ્વના કોઈપણ નેતા કરતા તે આગળ છે. PM (@narendramodi)ના X એકાઉન્ટ પર 94 મિલિયન (લગભગ 9.4 કરોડ) ફોલોઅર્સ છે.
પીએમ મોદી પછી તેમની યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા વિશ્વના કોઈપણ નેતાનું નામ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનોરાનું છે. તેની ચેનલ પર 64 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલના ત્રીજા ભાગ કરતાં થોડી ઓછી છે.જ રીતે ડિસેમ્બર 2023માં 224 મિલિયન વ્યૂઝ સાથે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર જેલેન્સકીની યુટ્યુબ ચેનલ કરતાં 43 ગણી વધુ વ્યૂ ધરાવે છે. જેઓ તેમની યુટ્યુબ ચેનલ પર બીજા સૌથી વધુ વ્યૂઝ સાથે વૈશ્વિક નેતા છે.
જ્યારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલની વાત કરવામાં આવેતો રાહુલ ગાંધીની ચેનલે 2023માં 22.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે જેની સામે નરેન્દ્ર મોદી ચેનલ ઉપર 2023માં 63 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે લગભગ ત્રણ ગણો વધારો થયો છે.
નરેન્દ્ર મોદી યુટયુબ ચેનલ પરના વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં ભારત અને દુનિયાના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલને પાછળ મૂકી દીધા છે. અહીં એ જણાવવાનું કે પીએમ મોદીના સંબધનોના વીડિયોને અપલોડ કરવામાં આવે છે. એની સાથે લાઈવ પ્રસારણ પર આ ચેનલ પર જોવા મળે છે. પીએમ મોદી દેશ-દુનિયામાં જ્યાં પણ જાય છે, તેના કાર્યક્રમોને જોઈ શકાય છે.