વલસાડના ભાગડાવડા ગામના ઉપ સરપંચ અને જાણીતા ગૌ રક્ષક બકુલ ભાઈ રાજગોરના પુત્ર કાર્તિક અને પુત્રવધુ આયુસીના લગ્ન વલસાડના તિથલ સ્થિત પાર્ટી પ્લોટમાં યોજાયા હતા.

જોકે, લગ્ન પત્રિકામાં ખાસ નોંધનીય વાત એ હતી કે દરેક મહેમાનોને માત્ર નવ દંપતીને આર્શીવાદ આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું,વાત સ્પષ્ટ હતી કે કોઈએ ભેટ-સોગાદ કે ચાંલ્લો નહિ માત્ર આર્શીવાદ આપવા પધારવાનું હતું જોકે,તેમછતાં મિત્ર વર્તુળ દ્વારા નવ દંપતીને ભેટ-સોગાદ અને રોકડ રકમનો ચાંલ્લો કરવામાં આવ્યો હતો જેમાં જોત જોતામાં ચાંલ્લાની રકમ રૂ.૧,૧૧,૧૧૧ સુધી પહોંચી જતા બકુલભાઈ રાજગોરે એ રકમ તિથલ રોડ ખાતે આવેલા ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે દાન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

હિન્દૂ ધર્મમાં ગાય માતાને ખૂબજ પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાતામાં ચારેયવેદો અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુવેદ એમ ચારેય વેદોમાં ગાયનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે ગાયો માટે દાન કરી બકુલભાઈ રાજગોરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહત્વનુ છે કે બકુલભાઈ રાજગોર વર્ષોથી વિવિધ હિન્દૂ સંગઠનો સાથે જોડાયેલા છે અને સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ગૌ રક્ષક પણ છે.
બકુલભાઈ રાજગોરના પુત્ર કાર્તિક રાજગોર અને આયુસીના લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય, સામાજીક તેમજ મિડિયા સાથે સંકળાયેલા અગ્રણીઓ હાજર રહયા હતા અને નવ દંપતીને આર્શીવાદ પાઠવ્યા હતા..