દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે.
એક દિવસ પહેલા 3742 સક્રિય કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19 – JN.1ના નવા પેટા વેરિઅન્ટના પાંચ કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા મુજબ, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 128 સક્રિય કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ત્રણ હજારથી વધુ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી.
તમામ કેસોમાં ચેપના હળવા લક્ષણો જોવા મળ્યા હતા પણ ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના કેસો આગળ વધતા અટકાવવા માટે જનતાને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અપીલ કરી છે.