ગુજરાતમાં વેરાવળ નજીક દરિયામાં ઇઝરાયેલના વેપારી જહાજ ઉપર હુમલો થયાના અહેવાલ છે.
બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ આજે શનિવારે આપેલી માહિતી મુજબ ભારતના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઇઝરાયેલ-સાથી વેપારી જહાજ ઉપર માનવરહિત ડ્રોન અથડાતા જહાજમાં આગ લાગતા ભારે દોડધામ અને ગભરાટ ફેલાયો હતો.

ભારત આવી રહેલા આ જહાજ પર હિંદ મહાસાગરમાં ડ્રોન હુમલો થયો છે જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર છે કોસ્ટ ગાર્ડ દ્વારા સર્વેલન્સ શિપ મોકવામાં આવ્યું છે અને ભારતીય નેવી પણ એલર્ટ મોડ ઉપર છે.
ગુજરાતના વેરાવળથી 200 કિમી (120 માઇલ) હિંદ મહાસાગરમાં દક્ષિણ-પશ્ચિમમાં બનેલી આ ઘટનામાં લાઇબેરિયન-ધ્વજવાળા રાસાયણિક ઉત્પાદનોના ટેન્કરમાં આગ લાગતા ભારે અફરા તફરીના માહોલ વચ્ચે ક્રૂ મેમ્બરો સહિતના સ્ટાફે માંડ આગને કાબુમા લઈ લીધી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

બીજી તરફ કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, જહાજમાં નુકસાન થયું છે, આ જહાજ ઈઝરાયેલ સાથે જોડાયેલું છે.
આ ઘટના બાદ કહેવામાં આવ્યું છે કે, ભારતીય નૌકાદળ જહાજના સંપર્કમાં છે. હાલમાં કોસ્ટ ગાર્ડ તપાસ માટે નીકળી છે. નૌકાદળે ટિપ્પણી માટે રોઇટર્સના પ્રશ્નનો તરત જ જવાબ આપ્યો ન હતો.
આ ઘટના લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત હુથીઓ દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલાને અનુસરે છે, જેઓ કહે છે કે તેઓ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ દ્વારા ઘેરાબંધી હેઠળ પેલેસ્ટિનિયનોને કોમર્શિયલ શિપિંગ પર ટેકો આપી રહ્યા છે, જેના કારણે જહાજો દક્ષિણના છેડાની નજીક આસપાસ લાંબા રૂટથી પસાર થવાની ફરજ પડે છે.
આ ઘટના અંગે ભારતીય નૌકાદળ મદદ માટે પહોંચ્યું છે.