ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત GIFT Cityમાં દારૂની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે ગાંધીનગરમાં બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે, ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.


રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે બીજી તરફ હવે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ બની રહ્યું છે આવા સંજોગોમાં આંતર રાષ્ટ્રીય સ્તરે કામ થતું હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે.
આ સિવાય દરેક કંપનીના ઓથોરાઇઝ મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટ આપી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકર આપી શકશે.
જોકે,આ વિસ્તારની હોટેલ તથા ક્લબને દારૂનાં વેચાણની પરવાનગી આપવામાં આવી નથી.
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.
GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે.
જોકે,આ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકર પીરસી શકશે પણ દારૂની બોટલનું વેચાણ કરી શકશે નહિ.