અયોધ્યામાં તા.22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટે સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના નેતાઓને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રતિનિધિમંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
સમારોહમાં વિવિધ સંપ્રદાયોના 4 હજાર સંતો ઉપસ્થિત રહેશે
ટ્રસ્ટનું કહેવું છે કે રામ મંદિરના અભિષેક સમારોહ માટે આદરણીય સંતો તેમજ દરેક ક્ષેત્રે દેશનું ગૌરવ અપાવવામાં યોગદાન આપનાર તમામ અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અભિષેક સમારોહમાં વિવિધ સંપ્રદાયોના લગભગ 4,000 સંતો ભાગ લે તેવી શક્યતા છે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક અયોધ્યાવાસીને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
સંઘના સ્વયંસેવકો અને VHP કાર્યકર્તાઓ દરેક ઘરનો સંપર્ક કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરશે.