ઓસ્ટ્રેલિયામાં ચક્રવાત આવતા ભારે વરસાદની સ્થિતિ વચ્ચે લોકો ફસાઈ ગયા હતા અને જન જીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું હતું.
ઠેરઠેર વિનાશકારી પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં પૂરના પાણીમાં મગર તણાઈને આવી જતા રહેણાંક વિસ્તારમાં પાણીમાં મગરો તરતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે ઉત્તરી ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ચક્રવાતને કારણે ભારે વરસાદ અને ભારે પૂર આવ્યું હતુ.

દરમિયાન આ પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા અને સેંકડો લોકો ફસાઈ જતા તેઓનું રેસ્ક્યુ કરાયું હતુ.14000 મકાનોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.


પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગરો તરવા જોવા મળ્યા હતા.

દેશના મહત્વપૂર્ણ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા હવાઈ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને આ બધા વચ્ચે પૂરના પાણી ઘુસી જતા કેઇર્ન્સ એરપોર્ટમાં વિમાનો પણ ડૂબ્યા હતા પરિણામે રવિવારે બંધ કરવું પડ્યું હતું.