- મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટકરાશે
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં રેકોર્ડ જીત બાદ બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. આ વખતે તેણે 13ને બદલે 14 ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી નથી.
પર્થના મેદાન પર રમાયેલી આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે, જે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ પણ હશે. પાકિસ્તાન સામેની આ શ્રેણીની આ બીજી ટેસ્ટ મેચ હશે, જે મેલબોર્નમાં રમાશે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. તે મેચ માટે ઓસ્ટ્રેલિયાએ 14 ખેલાડીઓની જગ્યાએ 13 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે,ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો છે.
તેણે પ્રથમ મેચ માટે બનાવેલી ટીમમાંથી માત્ર એક ઝડપી બોલર લાન્સ મોરિસને બહાર કર્યો છે. લાન્સ મોરિસ BBL એટલે કે બિગ બેશ લીગમાં ભાગ લેવા જઈ રહ્યો છે, તેથી તેને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં લાન્સ મોરિસના સ્થાને અન્ય કોઈ ખેલાડીને સામેલ કરાયો નથી. આનો એ અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયન ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે માત્ર 13 ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારશે, જેમાંથી 11 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચ માર્શ, સ્ટીવ સ્મિથ, મિચ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.