ઇન્ડિયન સ્ટાર્ટઅપ PMV ઇલેક્ટ્રિકે પોતાની પહેલી ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર EaS-E EV કાર લોન્ચ કરી કાર બજારમાં ધમાલ મચાવી છે.

નવી દિલ્હી મુંબઈના EV સ્ટાર્ટઅપ PMV એ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર EaS-E મૉડલ લૉન્ચ કર્યું છે.
આ કાર ટાટા ટિયાગો EV અને આગામી MG Air EV જેવી પરંપરાગત ઇલેક્ટ્રિક કારની સાપેક્ષે સારો એવો બજેટ ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડે છે.
કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 160 કિલોમીટરનું અંતર કાપે છે. જેની કિંમત રૂ. 4.79 લાખ આંકવામાં આવી છે.
કારમાં 10kwhની ક્ષમતાની લિથિયમ ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લગભગ 20hpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. આ કારની બેટરીને ફુલ ચાર્જ થવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે અને આ કાર સિંગલ ચાર્જમાં 120થી 200 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ સાથે જ તેની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
કંપનીની સત્તાવાર વેબસાઈટ પર 2000 રૂપિયામાં બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે.
કંપનીની EV કારનું કુલ કર્બ વજન 575 કિલો છે. કારની ફુલ સ્પીડ 70 kmph છે. તે 5 સેકન્ડમાં શૂન્યથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપવાની ક્ષમતા ધરાવે છે.
તમે કારના સિંગલ ચાર્જ પર 160 કિલોમીટરની મુસાફરી કરી શકો છો. કારમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ઉપલબ્ધ છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm છે. રિજનરેટિવ બ્રેકિંગ ઉપલબ્ધ છે.
કારમાં એડવાન્સ લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી છે. આ સિવાય કંપનીનો રિયર વ્યૂ કેમેરા, એર કન્ડીશનીંગ, LED હેડલેમ્પ, રીમોટ પાર્કિંગ આસિસ્ટ, પાવર વિન્ડોઝ, સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ, FM બ્લૂટૂથ યુએસબી જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
તેમાં 11 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. બ્રિલિયન્ટ વ્હાઈટ, ડીપ ગ્રીન, ફંકી યલો, મેજેસ્ટિક બ્લ્યુ, પેશનેટ રેડ, પેપી ઓરેન્જ, પ્યોર બ્લેક, રોયલ બેજ, રસ્ટિક ચારકોલ, સ્પાર્કલ સિલ્વર, વિન્ટેજ બ્રાઉન. આ સાથે જ કારમાં રીજેનરેટિંગ બ્રેકિંગ, રિમોટ પાર્કિંગ આસિસ્ટ, OTA અપડેટ્સ, સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા અમુક સ્માર્ટ ફીચર્સ મળશે.
આ કારને તમારા સ્માર્ટફોન કનેક્ટ કરીને રિમોટ દ્વારા કારની એર કંડીશન (AC), હોર્ન, વિન્ડો અને લાઇટ્સને પણ કંટ્રોલ કરી શકશો.
સ્માર્ટફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને કારને આગળ અને રિવર્સ લાવવામાં મદદ કરી શકે છે. તમે મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલનો ઉપયોગ કરી કારને સરળતાથી ચલાવી શકો.અન્ય ફીચર્સમાં ઇલેક્ટ્રોનિકલી સંચાલિત ORVM, બ્લૂટૂથ સાથેની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે, એર કન્ડિશનર, પાવર વિન્ડોઝનો પણ સમાવેશ થાય છે.
આમ,અત્યારની આધુનિક ટેકનોલોજી સાથે મધ્યમ અને નાના પરિવારો માટે આ કાર ખુબજ અગત્યની થઈ પડશે જે શહેરોમાં વધતા જતા ટ્રાફિકમાં આર્શીવાદ રૂપ થઈ પડશે અને પાર્ક કરવામાં પણ સરળ રહેશે.
આ કાર લોન્ચ થતાં જ ફટાફટ બુક થઈ રહી છે અને લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે.