ભારતમાં 1993ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ હવે નથી રહ્યો?


આ મુજબના મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહયો છે.
રવિવારે પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હોવાના અહેવાલો છે જોકે આ અહેવાલોને સત્તાવાર સમર્થન મળ્યું નથી
જે રીતે અહેવાલો છે તેમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાની જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, દાઉદનું હોસ્પિટલમાં રાત્રે 8 થી 9 PM (IST) ની વચ્ચે અવસાન થયું હોય શકે.

જો કે હજુ સુધી દાઉદના મૃત્યુ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક, દાઉદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં રહેતો હોવાનું કહેવાય છે, જોકે ઈસ્લામાબાદે તેને આશ્રય આપવાનો વારંવાર ઈન્કાર કર્યો છે.

જો કે, આ વર્ષે જાન્યુઆરીમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઈબ્રાહિમના ભત્રીજાએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને જણાવ્યું હતું કે દાઉદ કરાચીમાં જ રહે છે અને તેણે બીજા લગ્ન કર્યા છે.

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓને સોમવારે દેશવ્યાપી વિક્ષેપનો સામનો કરવો પડ્યો, જેણે દાઉદની સ્થિતિની અફવાઓને વધુ વેગ આપ્યો હતો.