જગદીપસિંહના પિતા કાલુ જાથોલ આંતર રાષ્ટ્રીય દાણચોર છે
પંજાબમાં 7.6 ફૂટ ઊંચાઈને લઈ દેશ વિદેશમાં ફેમસ બનેલા પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ જગદીપ સિંહ પોતાની ઓળખનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવી પોતાના પિતાના માર્ગે ચાલી હેરોઈનની દાણચોરીમાં ઝડપાઇ ગયા છે.
હાલમાં તે કાઉન્ટર ઈન્ટેલિજન્સનાં જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં છે.
જ્યાં તેમની પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસા થયા હતા. પોલીસમાં ફરજ પર હોવા છતાં તે હેરોઈન ખરીદવા યુનિફોર્મ પહેરીને સરહદી વિસ્તારમાં જતો હતો. પોલીસ વિભાગમાં રહીને તેણે પાકિસ્તાની દાણચોરો બાબા ઈમરાન અને અલી શાહ સાથે ઘરોબો વધારી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાંથી કરોડો રૂપિયાનું હેરોઈન દેશમાં ઘુસાડ્યું હતું.
ઈન્ટેલિજન્સ દ્વારા શુક્રવારે હેરોઈનની દાણચોરીના આરોપમાં પોલીસ કોસ્ટબલ જગદીપ સિંહ અને તેના બે સહયોગીઓની તરનતારનના સરહદી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તલાશી દરમિયાન તેઓ પાસેથી અડધો કિલો હેરોઈન પણ મળી આવ્યું હતું.
મહત્વનું છે કે ખલી કરતા પણ ઉંચા જગદીપ સિંહ હવે ફરી ચર્ચામાં છે અને પોલીસની વરદીમાં દાણચોરી કરતા ઝડપાયેલા જગદીપ સિંહના પિતા કાલુ જાથોલ પણ હેરોઈનનો આંતરરાષ્ટ્રીય દાણચોર છે આમ તેઓ પોતાના પિતાના માર્ગે ચાલવા જતા ઝડપાઈ ગયા છે.
જગદીપ સિંહ પોતાની ઊંચાઈને લઈ ઘણી ફિલ્મો અને યુએસ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જોવા મળ્યા હતા તેઓ ઓસ્ટ્રેલિયાની ગોટ ટેલેન્ટની 10મી સીઝન માટે સ્પર્ધા કરી હતી જ્યાં તેઓ સેમિફાઇનલમાં બહાર થઈ ગયા હતા.આમ,પોલીસની નોકરી અને ફિલ્મોમાં ભાગ લેવાને કારણે તેઓ દુનિયાભરમાં ફેમસ થઈ ગયા હતા પણ દાણચોરીમાં ઝડપાઇ જતા ઇન્કવાઈરી શરૂ થઈ છે અને પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે.