ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં દૂધી સીટના ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને કિશોરી પર બળાત્કાર કરવાના આરોપમાં સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. દંડની રકમ પીડિતાને આપવામાં આવશે.સોનભદ્રની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કિશોરી પર બળાત્કારના કેસમાં આ ચૂકાદો આપ્યો છે. નવેમ્બર 2014માં મ્યોરપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આઠ વર્ષના લાંબા ટ્રાયલ બાદ ચુકાદો આવ્યો છે.
પીડિતાના ભાઈએ ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી.
તે કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નવ વર્ષના સંઘર્ષ બાદ આજે તેમને ન્યાય મળ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિતાના ભાઈની ફરિયાદ બાદ રામદુલર ગોંડ વિરુદ્ધ નવ વર્ષ પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડ 2014માં જ્યારે તેઓ અધ્યક્ષ હતા ત્યારે સગીરા ઉપર બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો હતો. જેના પર કોર્ટે આજે સજા સંભળાવી