દુનીયાભરમાં ભારે તબાહી મચાવનાર કોરોના તેના રૂપ બદલી રહ્યો છે પરિણામે મેડિસિન બદલવી પડી રહી હોય નવો વેરીએન્ટ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનતો રહ્યો છે ત્યારે ફરી એક વધુ કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 નામના કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક દેતા વૈજ્ઞાનિકો અને તબીબી આલમમાં ચિંતા પ્રસરી છે અને અમેરિકાની ચિંતા વધી છે
અમેરિકાના વૈજ્ઞાનિકો JN.1 વેરિઅન્ટને ગંભીર ગણાવી રહયા છે કારણ કે કોરોના વેકસીનની પણ તેના પર કોઈ અસર થતી નથી.
ત્યારે હવે ભારતમાં પણ આ વેરીએન્ટ નો પ્રથમ કેસ નોંધાયો છે,કેરળમાં આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
કોરોનાના નવા લક્ષણો આ પ્રકારના છે.
-તાવ
-સતત ઉધરસ
-ઝડપથી થાકી જવું
-બંધ નાક
-વહેતું નાક
-ઝાડા
-માથાનો દુખાવો
Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ માનવામાં આવે છે.
ભારતમાં આ પ્રકારનો કેસ નોંધાતા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કેરળ રાજ્યમાં પહેલાથી જ કોરોનાના કેસો જોવા મળી રહયા છે ત્યારે આ નવો પ્રકાર વધારો કરી શકે છે, કેરળમાં તાજેતરમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારાનું મુખ્ય પરિબળ JN.1 છે.
કેરળમાં સૌથી વધુ કોરોનાના 768 નવા દર્દીઓ મળી આવતા ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે.
આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ યુરોપમાં ઓગસ્ટ 2023માં જોવા મળ્યું હતું. નવા વેરિઅન્ટનો પહેલો કેસ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ થઈને અમેરિકા પહોંચ્યો હતો અને હવે ભારતમાં તેના કેસ જોવા મળતા આરોગ્ય વિભાગમાં ચિંતા પ્રસરી છે.