છત્તીસગઢનાં નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાંઈએ આજે શપથ ગ્રહણ કર્યા હતા.
રાયપુરનાં સાયન્સ કોલેજ ખાતે રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવ્યા હતા. સાથે સાથે વિજય શર્મા અને અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં હતા.

આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, રામદાસ અઠાવલે સહિત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના કુંકુરી મત વિસ્તાર માંથી આવે છે જ્યાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે.

વિષ્ણુદેવ સાઈ અગાઉ 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ 1999થી 2014 સુધી રાયગઢથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને સંઘ સાથે જૂનો નાતો ધરાવે છે.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાઈને કેન્દ્રમાં મંત્રીનું સ્થાન મળ્યું હતું.જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.