ઓસ્ટ્રેલિયન ફાર્મસીના “સાચા પાયોનિયર્સ” ગણાતું દંપત્તિએ વ્યવસાયમાં તેમનો બાકીનો હિસ્સો વેચવાનો ઈરાદો જાહેર કર્યો
ટેરી વ્હાઇટ અને તેની પત્ની રહૃોંડા 65 વર્ષ પહેલાં ક્વીન્સલેન્ડમાં સ્થાપેલા સફળ ફાર્મસી વ્યવસાયથી હવે દૂર થઈ ગયા છે. આ પ્રખ્યાત દંપતીને ઓસ્ટ્રેલિયન ફાર્મસીના “સાચા પાયોનિયર્સ” તરીકે ગણવામાં આવી રહ્યા છે જ્યારે તેઓએ તેમની નિવૃત્તિની જાહેરાત કરી અને વ્યવસાયમાં તેમનો બાકીનો હિસ્સો વેચવાનો ઈરાદો જાહેર કર્યો છે.
2016માં મર્જર થયા બાદ ટેરીવ્હાઈટ કેમ્માર્ટ તરીકે ઓળખાતા, વ્હાઇટે 1958માં રેડક્લિફમાં તેની પ્રથમ ફાર્મસીની સ્થાપના કરી હતી, જ્યારે રહૃોંડાએ 1961માં લગ્ન કર્યા પછી તરત જ નજીકમાં પોતાની ફાર્મસી ખોલી હતી. 1994માં, તેઓએ ટેરી વ્હાઇટ કેમિસ્ટ્સ ફ્રેન્ચાઇઝીંગ કંપનીની સ્થાપના કરી, જેમાં Chemmart સાથે મર્જર પહેલાં લગભગ 230 સ્ટોર્સના બિઝનેસને 550-સ્ટોર સુધી પહોંચાડ્યો હતો. જોકે હાલ આ બ્રાન્ડ 2018 થી EBOS ગ્રુપની માલિકીની છે.
“Terry White Chemmartનો પ્રવાસ હંમેશા ફાર્મસીઓ ચલાવવા કરતાં વધુ રહ્યો છે. તે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સમુદાયોને વધુ સારી રીતે સેવા આપવા માટે નવા વિચારોને આગળ ધપાવવા અને પરિવર્તનને અપનાવવા વિશે છે,તેમ ”વ્હાઈટે એક નિવેદનમાં જણાવ્યું હતું.