પનાશ કન્સ્ટ્રક્શન સાઇટની બિલ્ડિંગનો સ્લેબ ભરતી વખતે બિલ્ડરોની લાપરવાહી
15 મિનિટ સુધી ઇજાગ્રસ્તો જમીન પર પડ્યા રહ્યા, પરંતુ એક એમ્બ્યુલન્સને બોલાવવાની તસદી બિલ્ડરોએ ના લીધી
મજૂરો દર્દમાં કણસતા રહ્યા પરંતુ બિલ્ડરના માણસો ઉભા ઉભા તમાશો જોતા રહ્યા
કન્સ્ટ્રક્શન સાઇટ પર એક ફર્સ્ટ એડ કિટ પણ નહતી
એમ્બ્યુલન્સ રસ્તા પર હતી ત્યારે ભાન આવ્યું કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઇ જઇએ
વિના હેલમેટ મજૂરો પાસે કરાવાઇ રહ્યું હતું કામ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદ SG હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલ પાસેની પનાશ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પરનો સ્લેબ અચાનક તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ મજૂરોની ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મજૂરોમાં એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. સાંજે 4-30થી 4-45 કલાકની વચ્ચે અચાનક જ બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો અને આ દરમિયાન બિલ્ડરો તથા કોન્ટ્રાકટરની ઘોર લાપરવાહી સામે આવી હતી. ઘટનામાં 3 મજુરને ઇજા પહોચી છે જયારે ઍક સુપર વાઇઝર ગુમ છે જેનું રેસ્ક્યું આ લખાઈ રહ્યું છે ત્યારે એટ્લે કે સવારે 4 કલાક સુધી ચાલી રહ્યું છે. જૉકે ફાયર 5બ્રિગેડ ને સફળતા મળી નહતી. પહેલા માળ પર જ્યારે સ્લેબ ભરાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનકથી જ સ્લેબ ધસી પડ્યો હતો. જોકે સવારથી જ જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યાં મજૂરો હેલમેટ વિના જ કામ કરી રહ્યા હતા.
સાવન કુમાર પ્રજાપતિ નામના કોન્ટ્રાક્ટરનું મોત
ઘટના 4.30 કલાક આસપાસ બની હોવા છતાં પણ પોલીસ અને ફાયર બ્રિગેડને મોડા જાણ કરાઇ હતી. જેને પગલે ગુમ થયેલા સાવન કુમાર પ્રજાપતિ નામના કોન્ટ્રાકટરની શોધખોળ મોડા થવા પામી હતી. અંદાજે 8 કલાક આસપાસ રેસ્ક્યુ ઑપરેશન શરુ થયું હતું અને વહેલી સવારે 5.38 કલાકે રેસ્કયું પૂર્ણ થયું હતું. નોંધનીય છે કે સાવન પ્રજાપતિ હજુ 4 મહિના પહેલા જ અમદાવાદ સુપરવાઈઝરની જોબ માટે અમદાવાદ આવ્યા હતા. જયારે તેમના પત્નિ અને 2 દિકરી બે મહિના પહેલા જ અમદાવાદથી નરોડા શિફ્ટ થયા હતા. નરોડા ખાતે શિવકૃપા સોસાયટીમાં નવા સપના સાથે પરિવાર સાથે ગુજરાત શરુ કર્યું હતું પરંતું આ ગોઝારી ઘટનાના પગલે પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારમાં સાવન ભાઈના પત્નિ નિમિષા બેન તથા 2 દિકરી તન્વી અને ધ્રુવિનો સમાવેશ થાય છે.
ઘટના બન્યા બાદ પોલીસ તથા ફાયર બ્રિગેડને કેમ મોડા જાણ કરાઇ?
ઘટના 4.30 કલાક આસપાસ બની હોવા છતા બિલ્ડર તથા કોન્ટ્રાકટર દ્વારા પોલીસ અને ફાયરને મોડા જાણ કરાઇ હતી જેની સામે એનેક સવાલ થઈ રહ્યા છે. કારણ કે 108 દ્વારા 3 મજૂરોને સાંજે 5.10 કલાકે જ હોસ્પિટલ મોકલી દેવાયા હતા. હવે આ સમયે કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હતી કારણ કે આ સમયે તેણે આ કાટમાળમાં કોણ કોણ દબાયું છે તેની કોઈ તસદી લીધી નહતી. આમ સુપર વાઈઝર ગુમ છે તેની જાણ મોડા થઈ હતી. આ સમગ્ર સાઇટ દીપ, પાર્થ તથા હની ભાઇ નામના કોન્ટ્રાકટર હેઠળ ચાલી રહી હતી.