ભારતની કોવિશિલ્ડ વેક્સિનને ઓસ્ટ્રેલિયાએ માન્યતા આપી

કોવિશિલ્ડ કોરોના વેક્સિન લેનારો વ્યક્તિ ઓસ્ટ્રેલિયા આવી શકશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

ઓસ્ટ્રેલિયાએ ભારતની વેક્સિન કોવિશિલ્ડને મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયા નવેમ્બર
મહિનાથી આંતરરાષ્ટ્રીય બોર્ડ ખોલવાની જાહેરાત પહેલેથી જ કરી ચૂક્યું છે અને તેમાં
શરત મૂકી છે કે જે લોકોએ વેક્સિન લીધી હશે તેવા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીને
એન્ટ્રી આપવામાં આવશે. હવે તે દિશામાં ઓસ્ટ્રેલિયાએ ભારત સાથેના સુમેળભર્યા
સંબોધોમાં વધુ એક પ્રશંસનીય પગલું ભર્યું છે.

સાત દિવસ રહેવું પડશે હોટેલ ક્વોરન્ટીન
ઓસ્ટ્રેલિયાએ ભારતની વેક્સિન કોવિશિલ્ડને માન્યતાપ્રાપ્ત વેક્સિનની યાદીમાં મૂકી
છે. જેથી ભારતથી આવતા પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા આસાનીથી જઇ આવન-જાવન
કરી શકે છે. છેલ્લા 18 મહિનાથી ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય બોર્ડર નોન-ઓસ્ટ્રેલિયન
સિટીઝન માટે બંધ કરી હતી. નોંધનીય છે કે બ્રિટને કોવિશિલ્ડને માન્યતા જરૂર આપી છે પરંતુ 14 દિવસના ક્વોરન્ટીન રહેવામાંથી છૂટ આપી નથી. તો આ તરફ ઓસ્ટ્રેલિયામાં શરત મૂકાઇ છે કે વેક્સિન લેનારા પ્રવાસીઓને સાત દિવસના હોટેલ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.
ચીની વેક્સિનને પણ આપી મંજૂરી
આજે, TGA એ કોરોનાવાક (સિનોવાક) અને કોવિશિલ્ડ (એસ્ટ્રાઝેનેકા/સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા) રસીઓ દ્વારા આપવામાં આવતી સુરક્ષા અંગેના તેના પ્રારંભિક મૂલ્યાંકનને પ્રકાશિત કર્યું છે અને સલાહ આપી છે કે આ રસીઓને ‘માન્ય રસી’ તરીકે ધ્યાનમાં લેવા જોઈએ. આ બે વધારાની રસીઓની માન્યતા વધુ ઓસ્ટ્રેલિયનોને વિદેશમાં વહેલી તકે રસી અપાવવાની દિશામાં મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે અને તેઓ આ રસી સાથે પુનઃ પોતાના દેશ પરત ફરી શકે છે.