પનાશ કન્સ્ટ્રક્શન સાઇટની બિલ્ડિંગનો સ્લેબ ભરતી વખતે બિલ્ડરોની લાપરવાહી
15 મિનિટ સુધી ઇજાગ્રસ્તો જમીન પર પડ્યા રહ્યા, પરંતુ એક એમ્બ્યુલન્સને બોલાવવાની તસદી બિલ્ડરોએ ના લીધી
મજૂરો દર્દમાં કણસતા રહ્યા પરંતુ બિલ્ડરના માણસો ઉભા ઉભા તમાશો જોતા રહ્યા

કન્સ્ટ્રક્શન સાઇટ પર એક ફર્સ્ટ એડ કિટ પણ નહતી
એમ્બ્યુલન્સ રસ્તા પર હતી ત્યારે ભાન આવ્યું કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઇ જઇએ
વિના હેલમેટ મજૂરો પાસે કરાવાઇ રહ્યું હતું કામ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદ SG હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલ પાસેની પનાશ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પરનો સ્લેબ અચાનક તૂટી પડતા ત્રણ મજૂરોની ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મજૂરોમાં એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. સાંજે 4-30થી 4-45 કલાકની વચ્ચે અચાનક જ બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો અને આ દરમિયાન બિલ્ડરોની ઘોર લાપરવાહી સામે આવી હતી. પહેલા માળ પર જ્યારે સ્લેબ ભરાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનકથી જ સ્લેબ ધસી પડ્યો હતો. જોકે સવારથી જ જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યાં મજૂરો હેલમેટ વિના જ કામ કરી રહ્યા હતા.

કન્સ્ટ્રક્શન સાઇટ પર ફર્સ્ટ એડ કિટ પણ નહતી
કન્સ્ટ્રક્શન સાઇટ પર હંમેશા નાની મોટી ઇજાઓ મજૂરોને થતી રહેતી હોય છે. પરંતુ એક જાગૃત અને પ્રોફેશનલ બિલ્ડર હંમેશા આવી બાબતોનું ધ્યાન રાખતો હોય છે. પરંતુ પનાશ કન્સ્ટ્રક્શન સાઇટ પર તેનો અભાવ જોવા મઙતો હતો. ઘટના ઘટી ત્યારે બિલ્ડરો કે સુપરવાઇઝર દ્વારા કોઇ મજૂરોને દવા કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કરવામાં આવી નહતી. આ ઉપરાંત લાપરવાહી ત્યાં થઇ કે ન સુપર વાઇઝર કે ન બિલ્ડર દ્વારા 108ને કોલ પણ કર્યો નહતો. એક પત્રકાર દ્વારા જ્યારે 108ને ફોન કર્યો ત્યારે એમ્બ્યુલન્સ 5-07 કલાક આસપાસ આવી પહોંચી હતી. મજૂરોને 108ના અધિકારી દ્વારા સોલા સિવિલ ખાતે લઇ જવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નિર્લજતા તો ત્યાં છતી થઇ કે જ્યારે મજૂરોને વાગ્યું ત્યારે તેમને પાણી પૂછનાર પણ કોઇ નહતું. તેમાં મજૂરોનો કોન્ટ્રાક્ટર સતત રટણ કરી રહ્યો હતો કે કોઇને વાગ્યું જ નથી.

હેલમેટ વિના જ કામ કરતા લોકો
ઘટનાની પહેલા મોટાભાગના મજૂરોને હેલમેટ સુપર વાઇઝર દ્વારા પ્રાપ્ત કરાવાયું નહતું. સ્લેબ જ્યારે પણ ભરવામાં આવે છે ત્યારે સેફ્ટી ઇક્વિપમેન્ટ સાથે રાખવાના હોય છે પરંતુ સુપર વાઇઝર દ્વારા કેટલાક મજૂરોને જ પ્રાપ્ત કરાવાયા હતા. કન્સ્ટ્રક્શન સાઇટ પર તમામ સેફટીનો પણ અભાવ જોવા મળ્યો હતો. કારણ કે ઘટના ઘટ્યા બાદ 10 જ મિનિટમાં કન્સ્ટ્રક્શન સાઇટની બાજુ તુરંત કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.