અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી કરશે એલાન

  • 67 વર્ષ બાદ એર ઇન્ડિયા ફરી ટાટા પાસે જશે
  • સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંઘ પણ હતા રેસમાં
  • ટાટાએ રિઝર્વ બીડથી 3000 કરોડ વધુની બોલી લગાવી
  • એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પર મોદી સરકારને સફળતા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

ભારતના સૌથી મોટા સંગઠનની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને એર ઇન્ડિયા પર નિયંત્રણ મેળવવા સરકારની લીલી ઝંડી મળે તેવી શક્યતા છે. કારણ કે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં નેશનલ કેરિયર ડિસઇન્વેસ્ટમેન્ટ પર મંત્રીઓની સમિતિ ટૂંક સમયમાં બેઠક કરશે અને વિજેતા બોલીને મંજૂરી આપશે.  એ નોંધવું અગત્યનું છે કે  એર ઇન્ડિયાને ખરીદવાનો પ્લાન સફળ બનશે તો 67 વર્ષ પછી ટાટા બ્રાન્ડમાં એર ઇન્ડિયા પરત ફરશે.
હાલમાં, ટાટા ગ્રૂપ સિંગાપોર એરલાઇન્સ (એસઆઇએ) સાથે જોડાણમાં સંપૂર્ણ સેવા આપતી કેરિયર, વિસ્તારાનું સંચાલન કરે છે. ગયા વર્ષે, સંગઠને દેશના એરલાઇન ઉદ્યોગમાં તેનો હિસ્સો વધારવા માટે બજેટ એરલાઇન એર એશિયા ઇન્ડિયામાં તેનો હિસ્સો વધારીને 83.67 ટકા કર્યો હતો. ગયા મહિને, ટાટા સન્સ અને નો-ફ્રિલ્સ એરલાઇન સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંહે રાષ્ટ્રીય કંપની એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે તેમની નાણાકીય બિડ રજૂ કરી હતી. જોકે બાજી ટાટા સંસેએ બોલી લગાવવામાં બાજી મારી છે.

ટાટા હવે સ્થાનિક એરપોર્ટ પર 4,400 સ્થાનિક અને 1,800 આંતરરાષ્ટ્રીય ઉતરાણ અને પાર્કિંગ સ્લોટ તેમજ વિદેશી એરપોર્ટ પર 900 સ્લોટનું નિયંત્રણ મેળવશે.