અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- મે 15 વર્ષ અગાઉ કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં ભારત-અમેરિકા સૌથી નજીકના દેશ હશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શુક્રવારનો બીજો દિવસ છે. આજનો દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ જો બિડેનને કહ્યું કે આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બનવાનો છે. અગાઉ, જો બિડેને ટ્વિટ કર્યું હતું કે તેઓ ભારત સાથે મજબૂત સંબંધો માટે પ્રતિબદ્ધ છે.
દાયકો ભારત અને અમેરિકા માટે ખૂબ મહત્વનો છે: પીએમ મોદી
જો બાયડેનએ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે લાંબા સમયથી હું માનું છું કે યુએસ-ભારત સંબંધો ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અમારી મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશોમાં હશે. તો, વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો કે આજની દ્વિપક્ષીય સંમેલન મહત્વપૂર્ણ છે. અમે આ સદીના ત્રીજા દશકની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બની રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ વાવવામાં આવ્યા છે.
બાયડેનએ કર્યું પીએમ મોદીનું ભાવભીનું સ્વાગત
વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થતા અમેરિકન પ્રેસિડેન્ટ બાયડેનએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
વ્હાઇટ હાઉસ બહાર લાગ્યા મોદી-મોદીના નારા
વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને જો બાયડેન વચ્ચે મુલાકાત ચાલી રહી હતી ત્યારે બહાર ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ભારતીયો દ્વારા વ્હાઇટ હાઉસ બહાર મોદી-મોદીના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા. ભારતીય સમુદાયના લોકો વ્હાઇટ હાઉસ બહાર ઉજવણી કરી રહ્યા હતા.