ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ કોહલીના વર્તાવથી ખુશ નથી, ક્રિકેટ બોર્ડને પણ કરી હતી ફરિયાદ
કોહલીએ હમણાં જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ છોડી છે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાંથી આગામી ટી-20 વર્લ્ડકપ બાદ રાજીનામુ આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.આ બાબતના પડઘા હજીપ ણ પડી રહ્યા છે અને એ પછી એવુ પણ સામે આવ્યુ હતુ કે, કોહલી ઈચ્છતો હતો કે, રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવે.જોકે બોર્ડને આ વાત મંજૂર નહોતી.
Bcci સેક્રેટરી જય શાહને કરી ફરિયાદ
દરમિયાન એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ કોહલીના એટિટયુડથી ખુશ નહોતા અને તેમણે બીસીસીઆઈ સચિવ જય શાહને પણ આ અંગે ફરિયાદ કરી હતી.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ બાદ ટીમમાં પડી દરાર
આ રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનુ સન્માન ગુમાવ્યુ હતુ.કોહલીનુ વર્તન કેટલાક ખેલાડીઓને ગમ્યુ નહોતુ અને કેટલીક વખત પ્લેયરો સાથે તે સન્માનજનક વ્યવહાર પણ કરતો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કોહલીએ કહ્યુ હતુ કે, ખેલાડીઓની અંદર ઝનૂન અને જીતવાનો ઈરાદો નહોતા. આ નિવેદનથી પણ ખેલાડીઓ ખુશ નહોતા.કોહલીને જ્યારે બેટિંગ કોચે સલાહ આપી હતી ત્યારે પણ તે ગુસ્સે થયો હતો અને કોચને કહ્યુ હતુ કે, મને કન્ફ્યુઝના કરો.
ધોનીને ટીમના મેન્ટર તરીકે પસંદ કરવાનું કારણ પણ શું આજ છે ?
કેટલાક ખેલાડીઓની એવી પણ ફરિયાદ હતી કે, કોહલી મેદાન બહાર જરુર હોય તો પહોંચની બહાર હોય છે. જ્યારે અગાઉ ધોની કેપ્ટન હતો ત્યારે તેના દરવાજા 24 કલાક ખુલ્લા રહેતા હતા. દરમિયાન કોહલી સામે મળેલી ફરિયાદો બાદ ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ખુશ નહોતા. તેમણે કેટલાક બીજા હોદ્દેદારો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી શાસ્ત્રી અને કોહલીની વગ ઓછી કરવા માટે વિચારી રહ્યુ હતુ અને ધોનીને ટીમના મેન્ટર તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય પણ આ યોજનાનો જ એક ભાગ છે.