માટીનાં ગણેશનું કૃત્રિમ કુંડમાં ગણેશજીનું વિસર્જન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. વલસાડ
વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં માં છેલ્લા 40 વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી લડી રહ્યું હતું ત્યારે તમામ તેહવારની ઉજવણી ઉપર રોક હોવાના કારણે તહેવાર ફિક્કા પડી ગયા હતા ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મહોત્સવો ઉપર થોડી છૂટ આપવામાં આવી છે ત્યારે વલસાડ ના ગુજરાત હાઉસિંગ માં શ્રી બજરંગ યુવક મંડળના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહીશો દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું.
મહત્વની બાબત તો એ છે કે સરકારના નિયમ અનુસાર ચાર ફૂટની માટીની ગણપતિ દાદાની મૂર્તિનું કોલોનીની અંદર જ કૃત્રિમ કુંડ બનાવી શ્રીજીનું અશ્રુ ભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું
કોરોના ગાઈડ લાઈન ના ચુસ્ત પાલન સાથે આ વિસર્જનયાત્રા સોસાયટીની અંદર કાઢવામાં આવી હતી અને મંડપથી કોલોનીની અંદર આવેલ મહાદેવ મંદિર પાસે બનાવેલ બનાવેલ કૃત્રિમ કુંડની અંદર જ ગણપતિ દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.