એન્થોની અલ્બેનીઝ સરકારનો સંકેત, ફુગાવાને અનુરૂપ લઘુત્તમ વેતન વધારાને સમર્થન
કલાકદીઠ લઘુત્તમ વેતન $22.87 સુધી પહોંચી જશે
રોજગાર પ્રધાન ટોની બર્કને પૂછવામાં આવ્યું હતું કે સરકાર તેના લઘુત્તમ વેતનના નિર્ણય પહેલાં ફેર વર્ક કમિશનને તેની રજૂઆતમાં શું ભલામણ કરશે? ત્યારે તેમણે સંકેત આપ્યા કે મીનીમમ વેજીસમાં વધારો ફુગાવા અનુરૂપ થઈ શકે છે.
જ્યારે ફુગાવો હાલમાં 7.4 ટકા પર છે, રાષ્ટ્રીય લઘુત્તમ વેતન(National minimum wages)માં સાત ટકાનો પગાર વધારો વર્કર્સને મળી શકે છે. જે વધારાb$1.40 પ્રતિ કલાક સેલરીમાં વધશે અને કલાકદીઠ લઘુત્તમ વેતન $22.87 સુધી પહોંચી જશે. હાલ લઘુત્તમ વેતન પર ઑસ્ટ્રેલિયામાં કાર્યરત 2.8 મિલિયન માટે આ આવકારદાયક સમાચાર હશે.
લઘુત્તમ વેતન પર ફૂલ ટાઈમ વર્કરને દર અઠવાડિયે $56નો વધારો મળશે. આગામી નાણાકીય વર્ષના લઘુત્તમ વેતનમાં વધારો બંધ થવાને કારણે ફેર વર્ક કમિશનને સબમિશન સાથે, યુનિયનોએ સાત ટકાથી વધુ વધારો કરવાની હાકલ કરી રહ્યા હતા. કમિશને તેના સૌથી તાજેતરના નિર્ણયમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે લઘુત્તમ વેતનમાં 5.2 ટકાનો વધારો કર્યો છે.
જૉકે આ તરફ નાણા પ્રધાન કેટી ગલાઘરે કામદારોને સસ્ટનેબલ પે રાઈઝ મેળવવા હાકલ કરી છે, પરંતુ સરકાર ફુગાવા સાથે મેળ ખાતા લઘુત્તમ વેતન વધારાને સમર્થન આપે છે કે કેમ તે અંગે સસ્પેન્સ જાળવ્યું હતું.