સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછી નાખ્યા અનેક સવાલ !
રાજકારણ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ નવો નથી. રાજકારણ અને બોલિવૂડના દિલો ઘણીવાર એકબીજાના બને છે. તમે વિચારી રહ્યા છો કે અમે આવું કેમ કહીએ છીએ? તો ચાલો તમને જણાવી દઈએ કે રાજકારણ અને બોલિવૂડના ગલિયારામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તમે પણ વિચારમાં આવી જશો. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ગઈકાલે સાંજે મુંબઈની માયા નગરીમાં આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયામાં ડેટિંગની ચાલી અટકળ
બંને કેમેરામાં જોવા મળ્યા બાદ લોકોએ અટકળો શરૂ કરી દીધી છે. બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે. જ્યાં બંને શાનદાર લુકમાં સાથે જોવા મળે છે. ગઈકાલે સાંજે બંને સફેદ શર્ટમાં જોવા મળ્યા હતા. આ ફોટો જોયા બાદ તેમના ફેન્સ પણ પૂછવા લાગ્યા છે કે શું આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
બંનેને ઈન્ડિયા યુકે આઉટ સ્ટેન્ડિંગ એચીવર્સ ઓનર્સ પ્રાપ્ત
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે.
ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.
રાઘવ અને પરિણીતિ છે સિંગલ
તમને જણાવી દઈએ કે, 15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી.