અમદાવાદની પાટા વિકેટ પર ભારતીય બોલરો વિકેટ લેવા માટે તરસ્યા, પાંચ દિવસમાં માત્ર 22 વિકેટ જ પડી, ભારતે સિરીઝ 2-1થી જીતી

કોહલી મેન ઓફ ધ મેચ, જાડેજા-અશ્વિન મેન ઓફ ધ સિરીઝો

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 571 રન બનાવ્યા હતા. આ પછી, ઓસ્ટ્રેલિયાએ 5માં દિવસના અંત સુધી ઇનિંગ્સ ડિકલેર કરી ન હતી અને તેણે 2 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. લગભગ એક કલાક બાકી હોવાથી મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.

આ ટેસ્ટ સાથે જ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની સફર પૂરી થઈ ગઈ છે અને તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 7 જૂને લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચી છે.

  • ઓસ્ટ્રેલિયા – 66.67 જીતની ટકાવારી, 11 જીત, 3 હાર, 5 ડ્રો
  • ભારત – 58.8 જીતની ટકાવારી, 10 જીત, 5 હાર, 3 ડ્રો

ભારત-ઓસ્ટ્રેલિયા: છેલ્લી ચાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પરિણામો:

2-1 (ભારત, 2017)
2-1 (ભારત, 2018-19)
2-1 (ભારત, 2020-21)
2-1 (ભારત, 2023)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન
ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી.
2 ટેસ્ટની હોમ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું

  • દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર
    2 ટેસ્ટની હોમ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું
    બાંગ્લાદેશને 2 ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું
    ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4 ટેસ્ટ ઘરઆંગણે શ્રેણીમાં 2-1થી વિજય મેચ ડ્રો થવા સાથે, ભારતે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2021-23 ચક્રમાં આ ભારતની છેલ્લી શ્રેણી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. હવે આ બંને ટીમો 7-11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડમાં ફાઈનલ મેચ રમશે.