એન્થોની અલ્બેનિસે કહ્યું- ભારત અને ઑસ્ટ્રેલિયા સારા મિત્રો છે, સાથે મળીને વિશ્વને વધુ સારું બનાવે છે

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અલ્બેનીઝ શુક્રવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પર ચર્ચા કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના પીએમએ કહ્યું- હું ઉષ્માભર્યા સ્વાગત માટે પીએમ મોદીનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયા અને ભારત ઘણા સારા મિત્રો છે. અમે ભાગીદાર છીએ અને અમારી ભાગીદારીને દરરોજ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમે ભારત સાથે સહયોગ કરવા અને સંસ્કૃતિ, આર્થિક સંબંધો અને સુરક્ષાના ક્ષેત્રમાં સારા સંબંધો બનાવવા માંગીએ છીએ.

Australia PM's India visit, Anthony Albanese and Narendra Modi, New Delhi Guard of Hounor, President House,
રાજઘાટ ખાતે ગાંધીજીનના સમાધી સ્થળે શ્રદ્ધાંજલિ અર્પતા ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીસ. @AlboMP

અમે ક્રિકેટના મેદાન પર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છીએ, પરંતુ સાથે મળીને અમે વિશ્વને વધુ સારી જગ્યા બનાવી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયન PM એ કહ્યું કે આજે તેઓ PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને આગળ વધારવા માટે મળશે.

પીએમ મોદી સાથે ટેસ્ટ મેચ જોઈ હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે બંને દેશોના વડાપ્રધાનો હાજર રહ્યા હતા. બંને એકસાથે મેદાન પર પહોંચ્યા અને પોતપોતાના દેશના ખેલાડીઓને મળ્યા. મોદી અને અલ્બેનીઝે ગોલ્ફ કારમાં મેદાનની મુલાકાત પણ લીધી હતી.

પીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા સાથે મેદાન પર પહોંચ્યા, જ્યાં રોહિતે તેમને તમામ ખેલાડીઓનો પરિચય આપ્યો. પીએમે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા. આ પછી, તે રાષ્ટ્રગીત દરમિયાન રોહિત શર્માની બરાબર બાજુમાં ઉભો રહ્યો. રાષ્ટ્રગીત પછી, તેઓ પીએમ અલ્બેનીઝ સાથે સ્ટેન્ડ પર પાછા ફર્યા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.