લીગના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ક્રિકેટ બહારનું વ્યક્તિ મેંટર પદે નિયુક્ત
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ઇતિહાસ રચવાનું ચાલુ રાખે છે. BCCI દ્વારા પ્રથમ વખત મહિલા IPLનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને મહિલા પ્રીમિયર લીગ કહેવામાં આવે છે. આમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે, ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે અને હવે ટીમો પ્રથમ WPLના મિશનમાં વ્યસ્ત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બુધવારે એક મોટી જાહેરાત કરી અને તેમાં ભારતની ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને સામેલ કરી છે.
સાનિયા મિર્ઝા વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની મેન્ટર હશે. ભારતમાં આ પ્રથમ વખત બનશે જ્યારે અન્ય રમતના દિગ્ગજને નવી રમતમાં માર્ગદર્શક તરીકે જોડવામાં આવ્યા છે. સાનિયા મિર્ઝાએ નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તે RCB સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે કારણ કે આ એક ઐતિહાસિક તક છે. સાનિયા મિર્ઝાએ કહ્યું કે RCB લાંબા સમયથી IPLની લોકપ્રિય ટીમ છે, હવે અમે મહિલા પ્રીમિયર લીગમાં આ જ વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરીશું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સપોર્ટ સ્ટાફ (મહિલા)
• માર્ગદર્શક- સાનિયા મિર્ઝા
• મુખ્ય કોચ – બેન સોયર
• સહાયક કોચ- એમ. રંગરાજન
• બેટિંગ કોચ- આર.કે. મુરલી
• ટીમ મેનેજર- ડૉ. હરિની
• ફિલ્ડિંગ કોચ- વનિતા વી.આર.
• હીથ થેરાપિસ્ટ- નવીન્તા ગૌતમ
તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન પછી ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી જ્યાં તેણી અને તેના પાર્ટનર રોહન બોપન્ના મિક્સ ડબલ્સ ઈવેન્ટમાં રનર-અપ રહ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: બેટ્સમેન/વિકેટકીપર– સ્મૃતિ મંધાના (3.4 કરોડ), રિચા ઘોષ (1.9 કરોડ), ઈન્દ્રાણી રોય (10 લાખ), દિશા કાસત (10 લાખ)
ઓલરાઉન્ડર – એલિસા પેરી (1.7 કરોડ), સોફી ડિવાઇન (50 લાખ), હીથર નાઈટ (40 લાખ), કનિકા આહુજા (35 લાખ), એરિન બર્ન્સ (30 લાખ), ડેન વાન નિકેર્ક (30 લાખ), આશા શોબાના (10 લાખ) ), પૂનમ ખેમનાર (10 લાખ), શ્રેયંકા પાટિલ (10 લાખ)
બોલર- રેણુકા સિંહ (1.5 કરોડ), મેગન સૂટ (40 લાખ), પ્રીતિ બોસ (30 લાખ), કોમલ જંજદ (25 લાખ), સહના પવાર (10 લાખ)
સ્ક્વોડ સ્ટ્રેન્થ – 18 (12 ભારતીય, 6 વિદેશી)