જૂના મોડલ કરતાં વધારે બ્રાઈટ ડિસ્પ્લે મળશે, તેની પ્રારંભિક કિંમત રૂપિયા 51400
એપલના નવા આઈપેડ અને આઈપેડ મિની લોંચ કર્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
એપલે પોતાના નવા આઈફોન 13 સિરીઝના બે મોડેલ આઈફોન 13 અને 13 મિનિ લોંચ કર્યો છે. આઈફોન 13માં 6.1 ઈંચ અને 13 મિનીમાં 5.4-ઈંચના ડિસ્પ્લે આપ્યા છે. આ વધારે એડવાન્સ ડિસ્પ્લે છે. તે વધારે એડવાન્સ્ડ ડિસ્પ્લે છે. આ જૂના મોડલની તુલનામાં 28 ટકા વધારે બ્રાઈટ છે. તેની 1200 નિટ્સ HDR પીક બ્રાઈટનેસ છે.
iPhone 13 Pro ને ગેમિંગ માટે સારો બનાવવામાં આવ્યો છે
આ વખતે કંપનીએ ગેમિંગ પર ખાસ રીતે ફોકસ રાખ્યું છે. ડિસ્પ્લેથી લઈને પ્રોસેસર સુધીમાં કંપનીએ ગેમિંગને ધ્યાનમાં રાખીને ખાસ રાખ્યું છે, જેથી સારા ગેમિંગનો અનુભવ કરી શકાય.
1000 નિટ્સની ડિસ્પ્લે બ્રાઇટનેસ
iPhone 13 Pro માં પ્રો મોશન ડિસ્પ્લે આપવામાં આવી છે, તેમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. પરંતુ પ્રો મોશન માત્ર એક નામ છે, ડિસ્પ્લે પેનલ માટે કંપનીએ ઓલેડ જ યૂઝ કર્યું છે.
એપલના નવા આઈપેડ લોંચ
એપલે આઈપેડના નામ ન્યૂ આઈપેડ રાખ્યું છે. તેમા ક્લાસિક આઈપેડ બેજલ્સ મળશે, તેમા 10 લાખથી વધારે એપ હશે. તેમા 12 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ રિયર કેમેરા મળશે. 64GB વેરિએન્ટની કિંમત 329 ડોલર (આશરે 24,226 રૂપિયા) છે. જ્યારે સ્કૂલ સ્ટૂડેન્ટ્સને 299 ડોલર (આશરે રૂપિયા 22,017)માં મળશે.
ફિલ્મ કેમેરાને રિપ્લેસ કરી લેશે iPhone 13 Pro?
એપલ ઇવેન્ટમાં કહેવામાં આવ્યું કે આવનારા સમયમાં ફિલ્મ મેકર્સ iPhone 13 Pro થી ફિલ્મ બનાવશે. મજાકથી હટીને, આવુ શક્ય નથી. પરંતુ નાના-નાના ફિલ્મ મેકર્સ માટે આ સારો વિકલ્પ હોઈ શકે છે. iPhone 13 Proમાં વીડિયો માટે પ્રોફેશનલ ફીચર્સ
iPhone 13 Pro નો પ્રો ગ્રેડ વીડિયો રેકોર્ડ કરવા લાયક બનાવવામાં આવ્યો છે.