ત્રણ વર્ષનો બાળક બપોરે 3 વાગ્યે ગ્લેનફિલ્ડમાં દુકાનોની બહાર બંધ ટોયોટામાંથી મળી આવ્યો

સિડની કારમાં બાળકનું મોત, Sydney Child death in car, Australia Hot weather,

સિડનીના દક્ષિણ-પશ્ચિમમાં ગરમીથી ગરમ થયેલી કારમાંથી એક બાળક મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી છે. ત્રણ વર્ષનો બાળક બપોરે 3 વાગ્યે ગ્લેનફિલ્ડમાં દુકાનોની બહાર બંધ ટોયોટામાંથી મળી આવ્યો હતો, જ્યાં તાપમાન 34 ડિગ્રીને આંબી ગયું હતું. તે જાણી શકાયું નથી કે બાળક કેટલો સમય કારની અંદર હતો, પરંતુ પોલીસને કહેવામાં આવ્યું હતું કે બાળક ઘણાં લાંબા સમયથી કારની અંદર મોજુદ હતું.

બાળક અંગે કારના માલિકને જ સૌથી પહેલી જાણ થઇ
પોલીસના જણાવ્યા અનુસાર કારના માલિક બાળકને શોધી કાઢનાર પ્રથમ વ્યક્તિ હતો. પોલીસે જણાવ્યું કે તેઓ બાળકના પરિચિત છે. કારના માલિક પરિવારના સભ્ય હોવાનું માનવામાં આવે છે, તેમણે પહેલા બાળકને અંદર શોધી કાઢ્યું અને એલાર્મ વગાડ્યું હતું.

NSW પોલીસે જણાવ્યું હતું કે, “ગુનાનું સ્થળ સ્થાપિત કરવામાં આવ્યું છે અને ઘટનાની આસપાસના સંજોગોની તપાસ ચાલી રહી છે.”
આ વ્યક્તિને કેમ્પબેલટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની પોલીસ દ્વારા હાલ પૂછપરછ થઇ રહી છે. જોકે હાલ તો આ ઘટના એ દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે જે જાણે અજાણે આ પ્રકારની ભૂલ કરતા હોય છે.

ગરમી હજુ આગામી સપ્તાહ સુધી 30 ડિગ્રીને પાર રહેશે
બ્યુરોના જણાવ્યા અનુસાર, બહુવિધ ક્વીન્સલેન્ડ શહેરો આવતીકાલે અને શનિવારે લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આગામી સપ્તાહે મંગળવાર સુધી 30 થી વધુ તાપમાન રાખવામાં આવશે.