ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 182 રને આપ્યો પરાજય, WTCમાં સાઉથ આફ્રિકા ચોથા સ્થાને સરક્યું, શ્રીલંકા ત્રીજા ક્રમે પહોંચ્યું
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ પણ એક ઇનિંગ અને 182 રને જીતી લીધી છે. આ સાથે કાંગારૂ ટીમે શ્રેણીમાં પણ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 182 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી જીતી છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ – 575/8 જાહેર
દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવ – 189
દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સ – 204
આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પહેલા રમતા ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ દાવમાં 578 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ આફ્રિકન ટીમને ફોલોઓન રમવા માટે બોલાવી હતી. જે બાદ ટીમ બીજા દાવમાં 204 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને એક દાવ અને 182 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે કેમેરોન ગ્રીને પ્રથમ દાવમાં 5 વિકેટ લીધી હતી જ્યારે નાથન લિયોને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સતત બીજી હાર બાદ દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ હવે ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને સરકી ગઈ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની હાર સાથે ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં જવાનો રસ્તો આસાન થતો જોવા મળી રહ્યો છે. જો કે, દક્ષિણ આફ્રિકાને હજુ ત્રણ વધુ ટેસ્ટ રમવાની છે, જેમાં બે ઘરેલું મેચનો સમાવેશ થાય છે.
WTC પોઈન્ટ ટેબલમાં ફેરબદલ
દક્ષિણ આફ્રિકાની આ હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. જ્યાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સ્થાને રહીને ફાઈનલમાં જવાનો રસ્તો મજબૂત કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 78.57ની જીતની ટકાવારી સાથે ટોચ પર છે. તે જ સમયે, ભારતીય ટીમ 58.93 ટકા સાથે બીજા સ્થાને છે. બીજી તરફ આ હાર બાદ દક્ષિણ આફ્રિકાને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 50 ટકા સાથે ચોથા સ્થાને છે. અને શ્રીલંકા 53.33 ટકા સાથે ત્રીજા સ્થાને છે.
ટીમ ઈન્ડિયાનો રસ્તો સરળ બની ગયો
ભારતીય ટીમે વર્તમાન ચેમ્પિયનશિપમાં હજુ ચાર વધુ ટેસ્ટ મેચ રમવાની છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાની 5, દક્ષિણ આફ્રિકાની 3 અને શ્રીલંકાની 2 મેચ બાકી છે. ઓસ્ટ્રેલિયાનું ફાઇનલમાં જવું લગભગ નિશ્ચિત છે. બીજા સ્થાન માટે ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે જંગ છે. ભારતની બાકીની બંને મેચ હવે ડોમેસ્ટિક છે. દક્ષિણ આફ્રિકાએ હજુ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. ત્યારબાદ ઘરઆંગણે ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચ રમવાની છે. આ સાથે જ શ્રીલંકાને ન્યૂઝીલેન્ડ સામે બે ઘરેલુ ટેસ્ટ રમવાની છે. હાલમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની હારને કારણે ટીમ ઈન્ડિયાનો રસ્તો આસાન થઈ રહ્યો છે.