મંગળવારે મોટા ભાઇના પરિવારને નડ્યો હતો અકસ્માત હવે માતાની તબિયત નાદુરસ્ત રહેતા મોદી પરિવાર ચિંતિત
PM મોદીના માતા હીરાબાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે અને ડોક્ટરો સાથે માતાની તબિયત અંગે પૂછપરછ કરી રહ્યા છે. PM મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવે ત્યારે તેઓ અચૂકથી માતાને મળવા માટે જાય છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો.
આ અંગે સમાચાર મળતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
ગઇકાલે PM મોદીના ભાઇની કારને અકસ્માત નડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જ્યારે આ અકસ્માત થયો ત્યારે તે કારમાં મૈસૂર (કર્ણાટક) પાસે બાંદીપુરા જઈ રહ્યા હતા. તેમની કારને કડાકોલામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને નાની-મોટી ઈજાઓ પહોંચ્યા દાખલ કરવામાં આવ્યા હતા.