8 ટોપ પ્લેયરની ગેરહાજરી વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમ નબળી
18 વર્ષ બાદ ન્યૂઝિલેન્ડની ટીમ ક્રિકેટ રમવા માટે શનિવારે પાકિસ્તાન પહોંચી હતી. અને ન્યૂઝીલેન્ડની ટીમમાં બેટિંગ કોચ થિલન સમરવીરાનો પણ સમાવેશ થાય છે. તે પણ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે પાકિસ્તાન પહોંચ્યા હતા. 2009ના આતંકી હુમલામાં સમરવીરાને પણ ગોળી વાગી હતી. 2009માં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પાસે આતંકીઓ દ્વારા શ્રીલંકન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમરવીરા આ ટીમનો હિસ્સો હતા. અને તેમને ડાબા પગમાં ગોળી વાગી હતી. તેઓને સર્જરી કરાવી પડી હતી. અને 3 મહિના બાદ તેઓ પરત ગ્રાઉન્ડ પર પરત ફર્યા હતા. તેઓ 2019થી ન્યૂઝીલેન્ડની ટીમ સાથે કામ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલ આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો હતો. અને પાકિસ્તાનને બદલે યુએઈમાં મેચ રમવાનું પસંદ કરતા હતા. 2002માં પણ ન્યૂઝીલેન્ડની ટીમ કરાચીની જે હોટેલમાં રોકાઈ હતી, તેની બહાર બોમ્બ વિસ્ફોટક થયો હતો. અને છેલ્લે 2003માં પાકિસ્તાન સાથે 5 વનડે મેચ રમી હતી.
શનિવારે પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝીલેન્ડ ટીમને બુલેટ પ્રૂફ બસમાં હોટેલમાં લઈ જવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષોમાં સુરક્ષા બંદોબસ્તની સાથે પાકિસ્તાને ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકા સાથે મેચોની યજમાની કરી છે. ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે 3 વન ડે મેચ રમશે. 17,19,21 સપ્ટેમ્બરે વન ડે મેચ રમાશે. આ તમામ મેચો રાવલપિંડીમાં રમાશે. જ્યારે પાંચ ટી20 મેચ 26,26,29 સપ્ટેમ્બર અને 1,3 ઓક્ટોબરના રોજ રમાશે. અને તમામ ટી20 મેચ લાહોરમાં રમાડવામાં આવશે.