યુવકનું કહેવું છે કે, ‘ મને એમ લાગ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા છે.’
બિહારની ગ્રામીણ બેંકના 2 દિવસમાં 2 છબરડા સામે આવ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
બિહારના કટિહાર જિલ્લા (Katihar district)ના પસ્તિયા ગામ (Pastiya village)નો છે. અહીં બુધવારે સાંજે દરેક વ્યક્તિ પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યો હતો. હકકીતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંક (Uttar Bihar Gramin Bank)માં ખાતા ધરાવતા છ વર્ષના બે વિદ્યાર્થીના ખાતામાં એક સાથે કરોડો રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી.
બાળકોનાં ખાતામાં કેવી રીતે આવ્યાં પૈસા?
ધોરણ-6માં અભ્યાસ કરતા અસિત કુમાર (Asit Kumar) ખાતામાં 6 કરોડ 20 લાખ 11 હજાર 100 રૂપિયા જમા થયા હતા. જ્યારે ગુરુ ચરણ વિશ્વાસ (Guruchandra Vishwas) નામના વિદ્યાર્થીના ખાતામાં 905 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી. હકીકતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા આ બંને બાળકોના ખાતામાં પોષાક માટે સરકારી રાશિ જમા થવાની હતી. જોકે, એક સાથે આટલી બધી રકમ થઈ જતા બંનેના પરિવારજનો ચોંકી ગયા હતા.
આજે બિહારના પાસ્તિયા ગામના બે છોકરાઓના ગ્રામીણ બેંકના ખાતામાં ₹ 900 કરોડ જમા થયા હતા. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કટિહાર જિલ્લા મેજિસ્ટ્રેટ ઉદયન મિશ્રાએ કહ્યું કે, આ મામલે બેંક મેનેજરે જાણ કરી છે. પૈસા મોકલવાની કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં કેટલીક ખામી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.આ મામલે મળતી માહિતી મુજબ, આ છોકરાઓને શાળાના ગણવેશ માટે રાજ્ય સરકાર પાસેથી પૈસા મળવાના હતા. પરંતુ રકમ જમા થતા અનેક આશંકાઓ સેવાઈ રહી છે અને આ કેસને શંકાસ્પદ રીતે જોવાઈ રહ્યો છે.