પીએમ મોદી આજે ગુજરાતમાં સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે શહેરને ડબલ ભેટ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યુ અને ત્યારબાદ 8 કિમી લાંબો રોડ-શો યોજ્યો હતો.
તેઓએ 35 એકરમાં ફેલાયેલા સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. મહત્વનું છે કે ડાયમંડ બુર્સ અમેરિકાની રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગોન કરતા પણ વિશાળ છે.
વિગતો મુજબ PM મોદીએ આજે રવિવારે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ ડાયમંડ બુર્સ પહોંચ્યા અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ દરમિયાન રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ સેન્ટર છે તે રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બની રહેશે જેમાં વિશ્વભરમાં આયાત-નિકાસમાં સરળતા રહે તે ડાયમંડ બુર્સમાં સેન્ટરમાં કસ્ટમ ક્લિયરન્સ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમાં રિટેલ જ્વેલરી માટે મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સેન્ટર જેવી સુવિધાઓ પણ છે.
તમને જણાવી દઈએ કે ગયા શુક્રવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે જે બાદ આજે રવિવારે એર ઈન્ડિયા એક્સપ્રેસનું પહેલું વિમાન સુરત એરપોર્ટથી દુબઈ પહોંચશે.
નવા ટર્મિનલ બિલ્ડીંગ સ્થિત આ એરપોર્ટમાં 1800 મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે.
નવા ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિને લગતી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 353.25 કરોડ રૂપિયા છે.
એરપોર્ટ પર નવું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.
સુરતના ડાયમંડ સેન્ટરને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ગણાવવામાં આવી રહી છે. જેના કારણે સુરત ડાયમંડ બુર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ ઈમારત 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે અને તેને બનાવવામાં લગભગ 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બિલ્ડીંગમાં 4500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકશે. આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસની જગ્યાઓ બનાવવામાં આવી છે. ડાયમંડ બુર્સને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ મળ્યું છે