અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડના દળો સહિત 7 દેશોની સેનાએ સાથે મળીને હુથી વિદ્રોહીઓના 18 સ્થાનો પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે યમનની રાજધાની સનામાં હુથી દળો ઉપર હુમલા કરાયા છે,અમેરિકાએ કહ્યું કે હુતી આતંકવાદીઓ માલવાહક જહાજોને નિશાન બનાવી હુમલો કરી રહ્યા હતા અને યમનને આપવામાં આવતી માનવતાવાદી સહાયને રોકવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા, તેથી જ અમે તેમના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો છે.

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે હુમલાનો ઉદ્દેશ્ય ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓની તાકાતને ખતમ કરવાનો છે,તેમણે એમ પણ કહ્યું, “અમે હુથી બળવાખોરોને કહેવા માંગીએ છીએ કે જો તેઓ તેમના ગેરકાયદે હુમલાઓ બંધ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે. હુથિઓ મધ્ય પૂર્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને યમન અને અન્ય દેશોમાં માનવતાવાદી સહાયની ડિલિવરીમાં વિક્ષેપ પાડી રહ્યા છે.