તાઈવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે ગભરાટ ફેલાયો છે અને 6 કલાકમાં 80થી વધુ આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.
ચીન, જાપાન અને ફિલિપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા આવ્યાના અહેવાલ છે.

હુઆલીયનમાં આવેલા ભૂકંપ બાદ ફુલ નામની હોટલની બિલ્ડીંગ રોડ
તરફ ઝૂકી ગઈ હતી આ હોટલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.
આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે.
સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા.

ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 12 વાગ્યે આવેલો ભૂકંપ 6.3ની તીવ્રતાનો નોંધાયો છે.

ભૂકંપનું કેન્દ્ર હુઆલીયનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર
નીચે નોંધાયું છે,ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં કેટલીક ઈમારતો ઝૂકી ગઈ હતી. જાપાન,ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા,જોકેહાલ કોઈ નુકસાનના સમાચાર નથી

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ તાઈવાનમાં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા,ત્યારબાદ તાઈવાનમાં સેંકડો આંચકા અનુભવાયા છે.