‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાના દર્શન લગભગ 7 કિમી દૂરથી પણ થઇ શકશે

હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ બુધવારે સાળંગપુર ધામના હનુમાન મંદિર પરિસરમાં સાળંગપુરના રાજા બજરંગ બલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી જોઈ શકાશે. તેનું વજન 30 હજાર કિલો છે અને મૂર્તિને પંચધાતુથી બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ ગુરુવારે સલંગપુરમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કષ્ટભંજન દેવ ભોજનાલયનું ઉદ્ઘાટન કરશે. તે કુંડલધામના જ્ઞાનજીવન દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ હરિયાણાના શિલ્પકાર નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવ્યું છે.

પહેલા આ પ્રતિમા ઉત્તરમુખી હતી, પરંતુ બાદમાં વાસ્તુ અનુસાર તેને દક્ષિણમુખી રાખવામાં આવી. પ્રતિમાની આસપાસ લાલ પથ્થરના 36 ગઠ્ઠા બનાવવામાં આવ્યા છે. મૂર્તિની આસપાસ ચાર વિશાળ બગીચા તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં એકસાથે 10 થી 12 હજાર દર્શનાર્થીઓ બેસી શકશે. રાત્રે અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે.

શું છે આ મૂર્તિની ખાસ વિશેષતા ?
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિનું મુકુટ 7 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે તેમજ મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. હનુમાન દાદાની આ મૂર્તિના હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. તો પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. હનુમાન દાદાની દાદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. આ પ્રતિમા લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ વિશાળકાય પ્રતિમાનો બેઝ બનાવવામાં જ એક વર્ષનો સમય લાગ્યો હતો અને તે 50 હજાર સોલિડ ગ્રેનાઇડ રોક અને 30 હજાર ઘનફુટ લાઇમ ક્રોંકિટમાંથી બનાવવામાં આવ્યો છે. દરરોજ 200થી 300 જેટલા કારીગરોએ આઠ-આઠ કલાક મહેનત કરીને આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેકટને 1,45,888.49 સ્ક્વેર મીટરના ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. આ પ્રતિમાન બેઝ બનાવવા મકરાણાના પથ્થરોનો ઉપયોગ કરાયો છે.

શું છે આ મંદિરની દંતકથા ?

કષ્ટભંજન હનુમાન મંદિર સારંગપુર પાછળ એક પૌરાણિક માન્યતા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે હનુમાનજીએ અહીં પોતાના ભક્તોને શનિના પ્રકોપથી મુક્ત કર્યા હતા. કહેવાય છે કે એક સમયે શનિદેવનો ક્રોધ ઘણો વધી ગયો હતો. આ કષ્ટથી બચવા માટે પૃથ્વીવાસીઓએ હનુમાનજીને પ્રાર્થના કરી હતી.

ભક્તોની દુર્દશાથી ક્રોધિત થઈને હનુમાનજી શનિદેવ સાથે યુદ્ધ કરવા લાગ્યા હતા. જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ જ ડરી ગયા અને બચવાના ઉપાયો વિચારવા લાગ્યા હતા. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તેઓ ક્યારેય શરણાગત સ્ત્રી પર હાથ ઉપાડી શકતા નથી, તેથી તેમણે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું.

લોકાર્પણ સમારોહનો વીડિયો