ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભરાયેલા 50 ટકા જેટલા ફોર્મ ટેક્નિકલ ભૂલોને લઈ રદ્દ થયા હોવાનુ સામે આવ્યું છે.
ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર 230થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
491માંથી 251થી વધુ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને જામનગરમાં સૌથી વધુ ઉમેદવારોને માન્યતા મળી છે.
ગાંધીનગર અને અમદાવાદ પૂર્વમાં 23-23 તો જામનગરમાં 21 ફોર્મ માન્ય છે.
ઉપરાંત નવસારીમાં 19, કચ્છમાં 11, બનાસકાંઠામાં 14, પાટણમાં 11 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
જોકે આવતી કાલે સોમવાર સાંજ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હોય સમગ્ર ચિત્ર કાલે સ્પષ્ટ થઈ જશે.
મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી 7મી મેએ મતદાન થવાનું છે અને તમામ 26 બેઠકો પરથી ભાજપ,કોંગ્રેસ-AAP તથા અન્ય ઉમદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર વચ્ચે રાજ્યમાં ક્ષત્રિય આંદોલન પણ ચાલુ છે ત્યારે ચૂંટણીનો માહોલ વિવાદાસ્પદ જોવા મળી રહ્યો છે અને લોકો અસમંજસ સ્થિતિમાં જોવા મળી રહયા છે.