છેલ્લા એક અઠવાડિયામાં ચાર મોટા શો રૂમ બન્યા ટાર્ગેટ, ઓકલેન્ડના મીડોબેંક શોપિંગ સેન્ટરના બાઉન્સન જ્વેલરી શો રૂમમાં બે શખસો લૂંટ કરીને ફરાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓકલેન્ડના બોટની ટાઉન સેન્ટરના જ્વેલરી શો રૂમની લૂંટનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં વધુ એક જ્વેલરી શો રૂમને લૂંટારૂઓએ ટાર્ગેટ કર્યો છે. આ વખતે ઓકલેન્ડના સેન્ટ જોન્સ ખાતે આવેલા મીડોબેંક શોપિંગ સેન્ટરની બ્રાઉનસન્સ જ્વેલરી શોપને બે લોકો લૂંટીને ફરાર થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના બપોરે 1 કલાકે ઘટી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે લૂંટારૂઓએ બંદૂકનો ઉપયોગ લૂંટ માટે કર્યો હતો અને શો રૂમમાં પ્રવેશ કર્યા બાદ ધમકી આપીને તોડફોડ શરૂ કરી હતી. જોકે ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી. ઓકલેન્ડમાં વધતી ગુનાખોરી ન્યૂઝીલેન્ડ માટે માથાનો દુખાવો બની રહી છે. જેને પગલે સ્ટોર માલિકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ગઇકાલે બોટની વિસ્તારના જ્વેલરી સ્ટોરમાંથી 3 લાખ ડૉલર કરતાં વધુની ચોરી
પાપાટોઇટોઇ ખાતે આવેલી એએનઝેડ બેંકને ધોળા દિવસે લૂંટ્યા બાદ લૂંટારો જાણે બેખોફ બની ગયા છે. ઓકલેન્ડમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટની ઘટના વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બોટની ખાતે સોમવારે બપોરે 2.30 વાગે ટીજે હેન્ડક્રાફ્ટેડ જ્વેલરી સ્ટોરમાં બે શખ્સો પ્રવેશ્યા હતા.l અને તેઓએ કાઉન્ટરો તોડીને 22 થી 24 કેરેટ ભારતીય અને અરબી સોનું ચોરી કરીને નાસી છૂટયા હતા.
સ્ટોરના માલિક ટીજે હદ્દાદીને જણાવ્યું હતું કે ચોર 3-4 કિલો ફિનિશ્ડ સોનું લઈને ફરાર થઈ ગયા હતા. “તેઓએ લગભગ 300,000 થી 400,000 ડૉલર નો સ્ટોક સરળતાથી ચોરી કર્યો હતો. “તેઓ હથોડી સાથે અંદર આવ્યા અને સ્ટાફને નુકસાન પહોંચાડવાની ધમકી આપી – પછી ઊંચી કિંમતની વસ્તુઓ લીધા પછી સ્ટોરની બહાર નીકળી ગયા હતા.”
અંદાજિત 300,000 – 400,000 ડોલરના મૂલ્યના સ્ટોકની ચોરી
પોલીસે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. “તેઓ કાયદાને ખુબ સરળતાથી લઈ રહ્યા છે. તેઓ વિચારે છે કે કાયદો ખૂબ જ નમ્ર છે, ખૂબ નરમ છે જેથી અમે તેનાથી આસાનીથી છૂટી શકે છે,” હદ્દાદિને કહ્યું હતું.
પાપાકુરામાં પણ વધુ એક લૂંટની ઘટના
માત્ર બોટની જ નહીં પરંતુ સાઉથ ઓકલેન્ડના પાપા કુરા વિસ્તારમાં પણ સવારે 4:30 કલાકે લૂંટની ઘટના બની છે અને તેમાં પણ થોડા દિવસ પહેલા બેલમોન્ટમાં જે ઘટના બની હતી તે જ પ્રકારે લૂંટ ને અંજામ આપ્યો છે.
લિન મોલ અને બોટની સેન્ટરમાં જ્વેલરીની દુકાનો અને ન્યુમાર્કેટમાં માઈકલ હિલ જ્વેલરી સ્ટોર લૂંટાયાના એક અઠવાડિયા પછી આ લૂંટ થઈ છે.કાર્યકારી નિરીક્ષક મેટ ચાઈલ્ડે જણાવ્યું હતું કે, ત્યાં કોઈ ઈજા થઈ નથી અને બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના કોઈ સંકેત નથી.