સમગ્ર કેમ્પસમાં સોમવારથી ટેસ્ટિંગ શરૂ, કેમ્પસ હાલ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ કોરોના વિસ્ફોટ થયો છે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા nid કેમ્પસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ભારે દોડધામ થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને nid કેમ્પસને હાલ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મૂકી દીધું તો બીજી તરફ નવમી મે એટલે કે સોમવારથી વિદ્યાર્થીઓને કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ કેમ્પસમાં રહેતા 178 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુક્યા છે.
આઇસોલેટ કરાયેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશથી આવેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેને પગલે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હવે તેમની travel history જોવામાં આવશે.

@AMC