IHRA દ્વારા છેલ્લા બે વર્ષથી કરાઇ રહી હતી તપાસ, ગુજરાતના ત્રણ શહેરમાં તપાસનો દોર, બોગસ સર્ટિના આધારે સ્ટુડન્ટ વિઝા મેળવ્યા

Australia, Visa Scam, Visa Fraud, Gujarat, ઓસ્ટ્રેલિયા, વિઝા કૌભાંડ, ઇમિગ્રેશન કૌભાંડ,
a

ઘણીવાર લોકોની જિંદગી સાથે ચેડા કરીને ઇમિગ્રેશન એજન્ટ વિદેશ મોકલતા હોય છે. જોકે ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન (IHRA) દ્વારા એક ઇમિગ્રેશન કૌભાંડ ઝડપાયું છે. જેમાં હાલ 3500 ગુજરાતીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ આચર્યાની ઘટનાને ઝાઝો સમય નથી થયો. ત્યાં તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.

બોગસ સર્ટિફિકેટના આધારે મેળવ્યો ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ
3500 લોકોમાં મોટાભાગના સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. જેઓની સામે હવે તપાસનો દોર શરૂ થયો છે. ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

IHRAની છેલ્લા બે વર્ષની તપાસમાં શું બહાર આવ્યું ?
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા ઇમિગ્રેશન કૌભાંડની છેલ્લા બે વર્ષથી તપાસ ચાલી રહી હતી. જેમાં ખૂબ મોટી રકમ લઈને એજન્ટો વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલતા હોવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આથી, રૂપિયા 40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા એજન્ટો રડારમાં આવ્યા છે.

  • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન બે વર્ષથી કરી રહ્યું હતું તપાસ
  • ગેરકાયદે વિદેશમાં ઘૂસનારા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થી બોગસ
  • વિદ્યાર્થી હોવાનું જણાવી ઓસ્ટ્રેલિયામાં લીધો પ્રવેશ
  • બોગસ વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE, PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ શીટ મેળવી
  • 4 બેન્ડ ન મેળવી શકનારા 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા
  • 3 હજાર 500થી વધુ બોગસ ગુજરાતી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા
  • ટૂંક સમયમાં તમામ બોગસ વિદ્યાર્થીને ભારત મોકલવામાં આવશે

ગુજરાતના ત્રણ શહેરના 24 જેટલાં એજન્ટો હાલ રડારમાં
વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE અને PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ શીટ મેળવી હતી. 4 બેન્ડ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓ 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આ મામલે ગુજરાતના ત્રણ શહેરના 24 જેટલાં એજન્ટો હાલ રડારમાં છે.