આંધ્રપ્રદેશમાં રમાઈ રહેલી અંડર-23 કર્નલ સીકે નાયડુ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આંધ્રપ્રદેશના 22 વર્ષીય બેટ્સમેન વામશી કૃષ્ણએ એક ઓવરમાં છ સિક્સ ફટકારી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે, તેણે એક ઓવરમાં દરેક બોલે સિક્સ ફટકારી જોરદાર બેટિંગ કરીબધાને પ્રભાવિત કર્યા હતા.
બીસીસીઆઈએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વીડિયો શેરકર્યો છે,આ વીડિયો જોઈ શકો છો.
ઓપનર વામ્સી કૃષ્ણાએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચી આ રેકોર્ડ કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં હાંસલ કર્યો હતો.
આંધ્રપ્રદેશ રેલવે સામેની મેચમાં વિકેટકીપર બેટ્સમેને લેગ સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં સતત 6 સિક્સર ફટકારીને શાનદાર સદી ફટકારી હતી. તેણે કડાપામાં 110 રનની ઇનિંગ રમી હતી.
આ સાથે વામ્સીએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રીના રેકોર્ડની બરોબરી કરી છે, જેમણે અગાઉ આ સિદ્ધિ મેળવી હતી.
મહત્વનું છે કે અગાઉ યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી, રવિ શાસ્ત્રીએ 1985માં રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતી વખતે બરોડાના લેફ્ટ આર્મ સ્પિનરની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી
ઓપનર વામ્સી કૃષ્ણાએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારી રચેલા ઇતિહાસને બીસીસીઆઈએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરતા તે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે અને ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આપ પણ આ વીડિયો જોઈ શકો છો.