રિતિક રોશનની ‘ફાઇટર’ બોક્સ ઓફિસ પર નબળી રહી તો પણ રૂ. 200 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.
રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ સિનેમાઘરોમાં ચાલી રહી છે,ફિલ્મે રિલીઝના પહેલા ચાર દિવસમાં સારું કલેક્શન કર્યું હતું પરંતુ તે પછી ‘ફાઈટર’ની કમાણીનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો.
ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ રિલીઝ થયા બાદ તેનું બોક્સ ઓફિસ પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું.

ચાલો જાણીએ કે ‘ફાઇટર’એ રિલીઝના 21મા દિવસે કેટલું કલેક્શન કર્યું ?

સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘ફાઇટર’ગત.તા.25મી જાન્યુઆરી એ રિલીઝ થઈ ત્યારબાદ ‘ફાઈટર’નું 21 દિવસનું કુલ કલેક્શન હવે 200.89 કરોડ રૂપિયા થઈ ગયું છે.

‘ફાઇટર’ની વિશ્વવ્યાપી કમાણી વિશે વાત કરીએ તો, સેકનિલ્કના અહેવાલ અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 20 દિવસમાં વિશ્વભરમાં 334.00 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફિલ્મ 21માં દિવસે 335 કરોડનો આંકડો પાર કરી જશે.

‘ફાઇટર’ને 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અનિલ કપૂર, અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ઋષભ સાહનીએ ‘ફાઇટર’માં વિલનની મજબૂત ભૂમિકા ભજવી છે.