સમગ્ર વિશ્વ 2024ના નવા વર્ષને વધાવવા આતુર છે અને નાતાલ-થર્ટી ફર્સ્ટની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમેરિકા માટે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે યુએસ વાસીઓ માટે ચિંતાનો વિષય બની છે આ અગાહીમાં અહીં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસ્થિરતા સાથે અહીં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાવા ઉપરાંત ચીન સાથે યુધ્ધ થવાની આગાહી થઈ છે.

આપને જણાવી દઈએ કે આ આગાહી નાસ્ત્રેદમસે કરી છે અને તેઓ અગાઉ પણ જર્મનીમાં હિટલરનો ઉદય અને યુએસ પ્રમુખ જ્હોન એફ કેનેડીના ગોળીબાર સહિત 100 લોકો માટે સચોટ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે.
તે પોતાની કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણીઓ કરતા હતા.  

સમગ્ર વિશ્વમાં લોકો તેમની કવિતાઓને ડીકોડ કરે છે અને તેમની આગાહીઓ દરેકની સમક્ષ લાવે છે.
નાસ્ત્રેદમસની આગાહી મુજબ 2024ના નવા વર્ષમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે.
તેમની કવિતામાં કહ્યું છે કે ‘લાલ દુશ્મન ભયથી પીળો થઈ જશે, મહાસાગરમાં ભય હશે.’ ઘણા લોકો લાલ દુશ્મનને સામ્યવાદી ચીન માને છે.
નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં લખતા ચેતવણી આપે છે કે વર્ષ 2024માં પરમાણુ વિસ્ફોટ થશે, જેની પર્યાવરણમાં ખતરનાક અસર ઉભી થશે.
નાસ્ત્રેદમસ કહે છે કે વર્ષ 2024માં વાતાવરણમાં ઘણો બદલાવ આવશે અને પૃથ્વી પહેલા કરતા વધુ ગરમ થશે. આ વર્ષે હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
નાસ્ત્રેદમસના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં વાતાવરણમાં મોટા ફેરફાર થશે અને દુષ્કાળ, પૂર, જંગલમાં આગ અને રેકોર્ડ તાપમાન જેવી આફતો આવશે.
જો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી પડશે તો દુનિયામાં તબાહી મચી જશે.
બાબા વેંગાની જેમ જ ફ્રેંચ પ્રોફેટ ‘માઈકલ ડી નાસ્ત્રેદમસ’ એ દેશ અને દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. નાસ્ત્રેદમસે આવી ઘણી વાતો કહી હતી જે પાછળથી સાચી સાબિત થઈ જેમાં રાણી એલિઝાબેથના મૃત્યુથી લઈને યુક્રેનમાં યુદ્ધ અને ઘઉંના વધતા ભાવ સુધીની દરેક બાબતો સામેલ હતી.

અત્રે નોંધનીય છે કે નાસ્ત્રેદમસનું પૂરું નામ મિશેલ ડી નાસ્ત્રેદમસ છે અને તેમનો જન્મ 14 ડિસેમ્બર,1503ના રોજ ફ્રાંસના એક ગામમાં થયો હતો. તેમણે ‘લેસ પ્રોફેસીસ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.
નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં ઘણી મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે,તેમાં તેણે એ પણ લખ્યું છે કે દુનિયાનો અંત ક્યારે આવશે.
એક પ્રબોધક હોવા ઉપરાંત નાસ્ત્રેદમસ ડૉક્ટર, શિક્ષક અને ફિલોસોફર પણ હતા તેઓનું 3 જુલાઈ 1566ના રોજ નિધન થઈ ગયું હતું પણ આગામી વર્ષો માં શુ થવાનું છે તે તેમના પુસ્તકમાં લખતા ગયા છે.