વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું.
બે વખત ટીમ ઈન્ડિયા આઈસીસી ટ્રોફી જીતવાની નજીક પહોંચી હતી, પરંતુ ફાઈનલ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આમ છતાં ભારતે વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે દબદબો જાળવી રાખ્યો.
હવે ભારતે 2024માં પણ વધુ સારું પ્રદર્શન કરવા વધુ મહેનત કરવી
પડશે.

આ વર્ષે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સાથે ભારતની ટક્કર થશે.
બીસીસીઆઈએ આખા વર્ષ માટેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું નથી,પરંતુ જૂન સુધીના ભારતીય ખેલાડીઓનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે.

આ પછી, ભારતે 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે દ્વિપક્ષીય શ્રેણી રમવાની છે.

—વર્ષની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાશે

2024માં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સાથે થશે.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.
ટી-20 અને વનડે સીરીઝ બાદ અહીં ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે.
ભારત આ પ્રવાસની છેલ્લી મેચ 2024માં 3 જાન્યુઆરીથી રમશે.
આ મેચ 7 જાન્યુઆરીએ સમાપ્ત થશે.

–અફઘાનિસ્તાન સાથે પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી

11 જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયાને અફઘાનિસ્તાન સાથે ત્રણ મેચની T20 સીરીઝ રમવાની છે.
બંને ટીમો વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી હશે.
જો કે બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ છે, પરંતુ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં આ બંને ટીમો માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ રમી છે.

આ વર્ષે ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સાથે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થશે અને 11 માર્ચે પૂરી થશે. લગભગ બે મહિના સુધી ચાલનારી આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

ઈંગ્લેન્ડ સાથેની લાંબી ટેસ્ટ શ્રેણી બાદ તમામ ખેલાડીઓ થોડા દિવસ આરામ કરશે,આ પછી IPL શરૂ થશે.
બે મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ઈન્સ્ટન્ટ ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ હશે.