છેલ્લા ઘણાજ સમયથી ગેરકાયદે અમેરિકા જવાનો ક્રેઝ વધ્યો છે અને એજન્ટો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતીઓ સહિતના ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે લઈ જવાના જુગાડ કરતા રહે છે ત્યારે વધુ આખેઆખું પ્લેન ભાડે કરી કેટલાક ગુજરાતીઓ સહિતનું પ્લેન ફરી ઝડપાયું છે.

રિસ્ક લઈ કેટલાય લોકો આ રીતે જાય છે અને રસ્તામાં મોતને ભેટે છે, છતાંપણ મોટી સંખ્યામાં લોકો અમેરિકા જઈ રહયા છે હજુ થોડા સમય પહેલા જ 303 ભારતીય મુસાફરો ભરેલું આખું પ્લેન ફ્રાન્સમાં ઝડપાઇ ગયા બાદ આજ પ્રકારે બીજું આખું પ્લેન જમૈકા એરપોર્ટ ઉપર ઝડપાઇ ગયુ હતું અને દુબઈથી કુલ 253 મુસાફર ભરીને ઉડાન ભરેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકા એરપોર્ટ ઉપરથી જ પરત દુબઈ રવાના કરી દેવામાં આવ્યા હોવાની વાતે ભારે સનસનાટી મચાવી છે. તપાસમાં મોટો ખુલાસો થયો હોવાના મીડિયા અહેવાલોએ ભારે સનસનાટી જગાવી છે.

જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ઉપર જ્યારે તા. 2 મે, ગુરુવારે એક પ્લેન લેન્ડ થયું ત્યારે એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં પ્લેનની તપાસ દરમિયાન 253 જેટલા મુસાફરો સવાર હતા જે પૈકીના મુસાફરોમાં મોટા ભાગના ભારતીયો તેમાં કેટલાક ગુજરાતીઓ અને ઉઝબેકિસ્તાન તેમજ રશિયન મુસાફરો જણાયા હતા જે તમામ મુસાફરો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની પેરવીમાં હોવાનું જણાયું હતું.

આ પ્લેન દુબઈથી ઉડાન ભરીને ઇજિપ્તના કેરો એરપોર્ટ ખાતે પહોંચ્યું જ્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો બેઠા હતા. બાદમાં આ પ્લેન જ્યારે જમૈકા પહોંચ્યુ ત્યારે તે શંકાના આધારે ઝડપાઇ ગયું.

આ પ્લેન મૂળ જર્મન કંપની યુએસસી (યુનિવર્સલ સ્કાય કરિયર)નુ એરબસ A340 છે અને તેમાં જર્મન ક્રૂ-મેમ્બર હોવાનું જણાતા તે અંગે જર્મન એમ્બેસીને જાણ કરાઈ હતી

પ્રાથમિક તપાસ દરમિયાન મુસાફરો પાસે કોઈ જરૂરી દસ્તાવજો નહી મળતાં પ્લેનને એરપોર્ટ ઉપર રોકી દઈ જમૈકાના સત્તાવાળાઓ દ્વારા આટલા બધા મુસાફરોને રાખવા માટે ડિટેન્શન સેન્ટર કે રિમાન્ડ રૂમ ન હોવાથી તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોને કિંગ્સટનની ફોર સ્ટાર હોટલ ROKમાં રાખવામાં આવ્યા હતા.
જમૈકા સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે મોટાભાગના મુસાફરો ભારતીય નાગરિકો હતા જ્યારે બે ઉઝબેકિસ્તાન અને રશિયાના હતા.

જમૈકા સિવિલ એવિએશન ઓથોરિટીના અધ્યક્ષ, લેફ્ટનન્ટ કર્નલ ઓસ્કર ડર્બીએ રેડિયો જમૈકા ન્યૂઝને જણાવ્યું હતું કે ચાર્ટર લગભગ 11:40 વાગ્યે દુબઈ માટે રવાના થાય તે પહેલાં તમામ મુસાફરો અને ક્રૂની ગણતરી કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સોમવારે ફ્લાઇટ છોડવામાં વિલંબ, શેડ્યૂલ મુજબ, પાઇલટ્સની ક્રૂ આરામની જરૂરિયાતને કારણે હતો.

હું મિકેનિક્સને જાણું છું અને લોજિસ્ટિક્સ સાથે કામ કરતા લોકો આજે વહેલી સવારથી એરપોર્ટ પર હતા, ફ્લાઇટના પ્રસ્થાનની તૈયારી કરી રહ્યા હતા.

કર્નલ ડર્બીએ જણાવ્યું હતું કે બે મુસાફરોને જમૈકામાં ઉતરવાની રજા આપવામાં આવી ન હતી કારણ કે તે જાણવા મળ્યું હતું કે તેઓ સબમિટ કરેલા પેસેન્જર મેનિફેસ્ટમાં દેખાયા નથી.

તેમણે કહ્યું કે તે મુસાફરોને માનવતાના ધોરણે એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, ભારતીય નાગરિકોએ કિંગ્સ્ટનની ROK હોટેલમાં રહેવા માટે રિઝર્વેશન કરાવ્યું હતું.

બે મુસાફરો કે જેઓ ઉતર્યા ન હતા તેઓ માનવતાના આધારે અહીં રહ્યા કારણ કે તે સમયે તેમને અન્ય કોઈપણ માધ્યમથી પાછા મોકલવા અવ્યવહારુ હતા,”
મંગળવારે સવારે રેડિયો જમૈકા ન્યૂઝના અપડેટમાં, જર્મન રજિસ્ટર્ડ યુએસસી એરલાઇન ચાર્ટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ક્લાઉસ માર્ટિને જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો તેમના ઑનલાઇન વિઝાની રાહ જોઈ રહ્યા હતા, જેમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે.
હૈતીયન આશ્રય શોધનારાઓની તુલનામાં બે વિદેશીઓની સારવારમાં દેખીતી અસમાનતા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવતા, કર્નલ ડર્બીએ સમજાવવાની માંગ કરી કે “આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં એવા સંજોગો છે કે જેમાં ધોરણો અને ભલામણ પ્રક્રિયાઓ છે જે જમૈકામાં આગમનની અન્ય પરિસ્થિતિઓથી તદ્દન અલગ છે” .
તેમ છતાં, તેમણે દલીલ કરી હતી કે જ્યારે વ્યક્તિઓ જમૈકાના દરિયાકિનારા પર ગેરકાયદેસર રીતે આવે છે ત્યારે તેમની સાથે “દયા, સન્માન સાથે વ્યવહાર કરવામાં આવે છે અને તેઓને યોગ્ય સ્થાને રાખવામાં આવે છે જ્યાં તેઓ તેમના આગલા મુકામ પરથી જમૈકા છોડી ન જાય ત્યાં સુધી તેમને રહેવા અને ખવડાવવામાં આવે છે”.
વિવાદના કેન્દ્રમાં રહેલી ચાર્ટર ફ્લાઇટ મંગળવારે સવારે બપોરના થોડા સમય પહેલા જ જમૈકાથી દુબઈ જવા રવાના થઈ હતી.

આ આખા પ્રકરણમાં ગુજરાતના ચાર એજન્ટોની ભૂમિકા હોવાનું કહેવાય છે.

બીજું કે પ્લેન જમૈકા પહોંચ્યું ત્યારે તેઓ પાસે ત્યાં પ્લેન લેન્ડ કરવા માટેની કોઈ મંજૂરી કે દસ્તાવેજ જ નહોતા. એમ છતાં કોઈ કારણોસર એરપોર્ટ ઓફિસરોએ પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.

આ મામલો સામે આવ્યા બાદ જમૈકામાં આ પ્રકરણે રાજકીય રંગ પકડ્યો છે અને ત્યાંના રાજકીય આગેવાનોએ આ ઘટનાને નેશનલ સિક્યોરિટી બ્રીચ તરીકે ગણાવી છે. આ અંગે જમૈકાના વિરોધપક્ષ પીપલ્સ નેશનલ પાર્ટીએ ત્યાંની સરકારને સવાલો કરી માહિતી જાહેર કરવા જણાવ્યું હતું. તેમણે એક નિવેદનમાં ફ્લાઇટને ભાડે આપવા માટે જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ઓળખ જાહેર કરવાની તેમજ મુસાફરોને શા માટે ત્યાંના એરપોર્ટ ઉપર લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી તે અંગે જવાબ આપવા માંગ કરી રહયા છે.

જમૈકા એક નાનું કેરેબિયન કન્ટ્રી છે અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે અમેરિકાની નીચે આવેલા નાના દેશોના વિઝિટર વિઝા લે છે, જે સરળતા મળતા હોય છે. જમૈકા પણ આવો જ એક દેશ છે. અહીં પહોંચી ગયા બાદ તેઓ કોઈપણ રીતે દરિયા કે જમીનના રસ્તે મેક્સિકો સુધી પહોંચે છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસતા હોવાનું કહેવાય છે.

આમ,ફરી ભારતીય મુસાફરો ભરેલું આખું વિમાન પકડાતા ભારે હોબાળો મચ્યો છે.