ગુજરાતમાં સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી, સાંજે ખાતાઓની ફાળવણી કરાશે

8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

ગુજરાતમાં રેકોર્ડબ્રેક 156 સીટો મેળવીને ભૂપેન્દ્ર પટેલે ઇતિહાસ રચ્યો હતો અને હવે તેમની રાજ્યમાં બીજી ઇનિંગ પણ શરૂ થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે અને તેમના નવા મંત્રીમંડળમાં 16 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. ગુજરાતને આ સાથે જ 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે.

સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહ ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલના આ શપથવિધિ સમારોહમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. 

કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કોણે કોણે લીધી શપથ ?

  • કનુભાઈ દેસાઈ
  • બલવંતસિંહ રાજપુત
  • રાઘવજી પટેલ
  • ઋષિકેશ પટેલ
  • કુંવરજી બાવળિયા
  • મૂળુભાઈ બેરા
  • કુબેર ડિંડોર
  • ભાનુબેન બાબરિયા

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ) તરીકે કોણે કોણે લીધી શપથ ?

  • જગદીશ વિશ્વકર્મા
  • હર્ષ સંઘવી

રાજ્યકક્ષાના મંત્રી તરીકે કોણે કોણે લીધી શપથ ?

  • પરસોત્તમ સોલંકી
  • બચુભાઈ ખાબડ
  • મુકેશ પટેલ
  • પ્રફુલ પાનસેરિયા
  • ભીખુસિંહ પરમાર
  • કુંવરજી હળપતિ

ભૂપેન્દ્ર પટેલ સરકાર 1.0ના ક્યા મંત્રીઓ કપાયા ?

  • જીતુ વાઘાણી
  • પૂર્ણેશ મોદી
  • કિરીટસિંહ રાણા
  • ​​​​​​​અર્જુનસિંહ ચૌહાણ
  • જીતુ ચૌધરી
  • મનિષા વકીલ
  • નિમિષા સુથાર
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • વિનુ મોરડિયા
  • ​​​​​​​દેવા માલમ