સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દિવ્યા ફાર્મસીના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વસારી પ્રવાહી, શ્વાસરી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ ગોલ્ડ, લિવોગ્રિટ અને પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ નો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની સૂચના અનુસાર, દિવ્યા ફાર્મસીના લાઇસન્સ તેના ઉત્પાદનોની અસરકારકતા વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરના અઠવાડિયામાં પતંજલિ આયુર્વેદને તેના કેટલાક ઉત્પાદનોની ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા માટેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.
દરમિયાન આજે કોર્ટે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટની ટીકા કરી છે.
કોર્ટે કહ્યું કે કોર્ટનો આદેશ થયા બાદ અધિકારીઓ જાગ્યા છે, કોર્ટે કહ્યું કે અધિકારીઓએ જાતે જ સાવચેતી રાખવી જોઇતી હતી.
કોર્ટના આદેશ પહેલા અને પછી શું કાર્યવાહી કરવામાં આવી તેવો સવાલ કર્યો હતો.
રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીને 14 મે સુધીમાં જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
હવે આગામી સુનાવણી 17 મેના રોજ થશે.

સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં આ 4 બાબતો ખાસ રહી.

(૧)કોર્ટે પતંજલિને મંજુરી આપી હતી કે તેઓ પોતાના માફીનામાની જાહેરાતનુ અખબાર રજૂ કરે. ઈ-ફાઈલિંગ અને કટીંગની મંજૂરી અપાઈ નથી.

(૨) આગામી સુનાવણી માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુનાવણી દરમિયાન હાજર રહેવાથી મુક્તિ આપવામાં આવી હતી.

(૩)ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખના મીડિયા ઈન્ટરવ્યુનો મુદ્દો પણ સાંભળ્યો, જેમાં તેઓ IMA તરફ
આંગળી ચીંધવા બદલ ટીકા કરી રહ્યા છે. કોર્ટે આ ઇન્ટરવ્યુ માંગ્યો છે જેથી શું કાર્યવાહી કરવી તે અંગે
નિર્ણય લઈ શકાય.

(૪)કોર્ટે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા દાખલ
કરવામાં આવેલ એફિડેવિટની ટીકા કરી છે. કહ્યું કે અધિકારીઓ ત્યારે જાગ્યા, જ્યારે કોર્ટે આદેશ આપ્યો.
કોર્ટે કહ્યું કે અધિકારીઓએ જાતે જ સાવચેતી રાખવી
જોઈએ. કોર્ટના આદેશ પહેલા અને પછી શું કાર્યવાહી
કરવામાં આવી તેવો સવાલ કર્યો હતો. સ્ટેટ લાઇસન્સિંગ
ઓથોરિટીને 14 મે સુધીમાં જવાબ આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે.