બ્રિટનમાં એક મહિલા સહિત 12 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે આ ભારતીય લોકો અહીં ગાદલા અને કેકના કારખાનામાં કામ કરતા હતા.
બ્રિટિશ ઈમિગ્રેશન અધિકારીઓએ વિઝા શરતોના ઉલ્લંઘનની શંકાના આધારે આ કાર્યવાહી કરી છે.
બ્રિટિશ અધિકારીના જણાવ્યા મુજબ મિડલેન્ડ વિસ્તારમાં ગાદલાના વ્યવસાય સાથે સંકળાયેલા એક બિઝનેસમેનને ત્યાં રેડ દરમિયાન સાત ભારતીયો મળી આવ્યા હતા જે બાદ અન્ય એક કેકની ફેક્ટરીમાં કામ કરતા અન્ય ચાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.
જેઓની તપાસ દરમિયાન વિઝાની શરતો અને ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન જણાતા ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર આરોપીઓને બ્રિટનમાંથી ભારતમાં દેશનિકાલ કરવા પર કોઇ નિર્ણય ના આવે ત્યાં અટકાયતમાં રાખવામાં આવશે. અન્ય આઠને એ શરત પર જામીન આપવામાં આવ્યા છે તે તેઓ નિયમિત રીતે રિપોર્ટ કરશે.
રિપોર્ટ અનુસાર સત્તાવાળાઓએ ગેરકાયદેસર રીતે કામ કરવાના આરોપમાં સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નજીકની કેક ફેક્ટરીમાંથી વધુ ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ વિઝા શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં હતા. આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન, સંબંધિત ફેક્ટરીમાં ગેરકાયદેસર કામદારોને રોજગારી આપવામાં આવી હોવા મામલે દંડ પણ થઈ શકે છે.